મુંબઈ,
ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં પોલીસે તેના પૂર્વ પ્રેમી શિજાન ખાનની ધરપકડ કરી હતી અને કોર્ટે ચાર દિવસના રિમાન્ડ આપ્યા હતા. શિજાનના રિમાન્ડ આજે એટલે કે ૨૮ સપ્ટેમ્બરના રોજ પૂરા થયા છે. પોલીસ કોર્ટમાં શિજાનના વધુ રિમાન્ડની માગણી કરશે. હાલમાં પોલીસ શિજાનને બ્રેકઅપ તથા રિલેશનશિપ સહિતના સવાલો પૂછી રહી છે. પોલીસે અત્યાર સુધી ૧૮ લોકોની પૂછપરછ કરી છે.મુંબઈ પોલીસ તુનિષાની માતા તથા બહેનની પણ પૂછપરછ કરશે. શિજાનની ચાર દિવસમાં ૭ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
પોલીસને શંકા છે કે શિજાનના અન્ય યુવતી સાથે પણ સંબંધો હોવાની શંકા પોલીસને છે. આ વાતનો ઘટસ્ફોટ શિજાનની વ્હોટ્સએપ ચેટ હિસ્ટ્રી પરથી થયો છે. પોલીસને શિજાનના ફોનમાંથી ઘણી વ્હોટ્સએપ ચેટ્સ મળી આવી છે. આ ઉપરાંત શિજાન તથા તુનિષા વચ્ચે થયેલી વ્હોટ્સએપ ચેટમાં બંને વચ્ચેના પ્રેમની વાતો પોલીસને જાણવા મળી હતી. પોલીસને આશંકા છે કે શિજાને ફોનમાંથી જૂની વ્હોટ્સએપ ચેટ ડિલિટ કરી નાખી હશે. તુનિષા તથા શિજાનની ચેટમાં પ્રાથમિક તપાસમાં એ વાત જાણવા મળી કે હજી સુધી કોઈ આપત્તિજનક ચેટ મળી નથી.
પોલીસ શિજાનને ’અલીબાબા દાસ્તાને કાબુલ’ના સેટ પર મોડી રાત્રે લઈ ગઈ હતી. અહીંયાના મેકઅપ રૂમમાં તુનિષાએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. પોલીસે શિજાનની હાજરીમાં ક્રાઇમસીન રીક્રિએટ કર્યો હતો.
એક્ટ્રેસ તુનિષા શર્માના મોત બાદનો પહેલો વીડિયો સામે આવ્યો છે. અનેક ન્યૂઝ સાઇટ્સ તથા સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં શિજાન તુનિષાની ડેડબૉડીને હોસ્પિટલમાં લાવતો જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ વીડિયો હોસ્પિટલના છે. શિજાનની સાથે અન્ય કેટલાક લોકો પણ જોવા મળ્યા હતા. બધાએ સાથે મળીને તનિષાની ડેડબૉડીને ઉંચકી હતી. તુનિષાના અંતિમ સંસ્કાર મંગળવાર, ૨૭ ડિસેમ્બરના રોજ મીરા રોડ સ્મશાનમાં અંતિમ સંસ્કાર સાંજે ચાર વાગ્યાની આસપાસ કરવામાં આવ્યા હતા. તુનિષાના અંકલે મુખાગ્નિ આપ્યો હતો. આરોપી શિજાનની માતા તથા બહેન પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. દીકરીના અંતિમ સંસ્કારમાં માતા વનીતા બેભાન થઈ ગઈ હતી અને પરિવારે માંડ માંડ તેમને સંભાળ્યા હતા. શિજાનની બહેન અંતિમ સંસ્કાર દરમિયાન ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.