મુંબઈ,
૨૦ વર્ષીય એક્ટ્રેસ તુનિષા શર્માએ ૨૪ ડિસેમ્બરે આત્મહત્યા કરી હતી. તુનિષાના મોત બાદથી માતા વનીતાએ પૂર્વ પ્રેમી શિજાન પર એક પછી એક આક્ષેપો કર્યા છે. હવે તુનિષાની માતાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે શિજાને તુનિષાને થપ્પડ મારી હતી અને કહ્યું હતું કે જે કરવું હોય એ કરી લે. આટલું જ નહીં શિજાન તેની પાસેથી મોંઘી મોંઘી ગિટ માગતો હતો.
તુનિષાની માતાએ પ્રેસ કોન્ફરન્સમાં ગંભીર આક્ષેપો મૂક્યા હતા. માતાએ કહ્યું હતું કે જે દિવસે તુનિષાએ આત્મહત્યા કરી તેના એક દિવસ પહેલાં તે સેટ પર ગયા હતા. તુનિષા ઘણી જ ઉદાસ હતી. આત્મહત્યા કરી તે દિવસે ફોન આવ્યો હતો અને ક્રિસમસ સેલિબ્રેટ કરવા માટે ચંદીગઢ જવાનું કહ્યું હતું.
વનીતા શર્માએ શિજાન પર આક્ષેપ કર્યો છે કે તે દીકરી પાસેથી મોંઘી મોંઘી ગિટ્સ માગતો હતો. તુનિષાએ શિજાનને ૨૫-૨૫ હજારની ગિટ્સ આપી હતી. શિજાનની બહેન ફલકનાઝ તુનિષાને દરગાહ લઈને જતી હતી. તુનિષાએ રડતાં રડતાં કહ્યું હતું કે તેનો યુઝ કરવામાં આવ્યો છે.
તુનિષાની માતાએ કહ્યું હતું કે જ્યારે તુનિષાએ શિજાનને સિક્રેટ ગર્લફ્રેન્ડ અંગે સવાલ કર્યો તો શિજાને સેટ પર જ તુનિષાને તમાચો મારી દીધો હતો. શિજાન દીકરી તુનિષાનું માનસિક તથા આર્થિક શોષણ કરતો હતો. શિજાનની માતા કહકશાંને આ બધી વાતો ખબર હોવા છતાં તે કંઈ જ કહેતા નહોતા.
તુનિષાની માતાના શિજાન પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમાં તુનિષાએ કહ્યું હતું, શિજાને તેનો યુઝ કર્યો, શિજાન સાથેના બ્રેકઅપ બાદથી તુનિષા ઘણી જ ડિસ્ટર્બ રહેતી હતી, સિરિયલના સેટ પર શિજાને તુનિષાને થપ્પડ મારી હતી,શિજાનની બહેન તુનિષાને દરગાહ લઈ જતી હતી,શિજાને મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરતો હતો, બુરખો પહેરવાનું કહેતો,શિજાન, તુનિષા પાસેથી મોંઘી મોંઘી ગિટ્સ લેતો હતો,શિજાનના પરિવારે તુનિષાને ટ્રેપ કરીને રાખી હતી.
તુનિષાની માતા વનીતા શર્માએ શિજાન પર સનસનાટી મચાવતો દાવો કર્યો છે. તેમણે દીકરીના એક્સ બોયફ્રેન્ડ શિજાન પર ડ્રગ્સ લેવાનો આક્ષેપ કર્યો છે. વનીતા શર્માએ ન્યૂઝ એજન્સી ’છદ્ગૈં’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે શિજાન ખાન ડ્રગ્સ લેતો હતો. વનીતાએ વધુમાં કહ્યું હતું કે તેમને એ ખ્યાલ નથી કે શિજાન ક્યારથી ડ્રગ્સ લેતો નથી. શિજાનને મળ્યા બાદ તુનિષાની લાઇફસ્ટાઇલ બદલાઈ ગઈ હતી.
તુનિષાના ઘરે કામ કરતી હાઉસ મેડે પણ સ્ફોટક દાવા કર્યા હતા. તેણે કહ્યું હતું કે તુનિષા તથા શિજાનના લગ્નની તૈયારીઓ ચાલતી હતી. તુનિષા તથા શિજાન એકબીજાના ઘરે આવ-જા કરતા હતા. બંને એકબીજાના ઘરે ચારથી છ દિવસ રોકાતા હતા. તુનિષાની માતા પણ શિજાનના ઘરે જતી હતી. જોકે, બ્રેકઅપ બાદ તુનિષા ઘણી જ દુ:ખી હતી અને તે રડતી રહેતી હતી.
મહારાષ્ટ્રના રિપબ્લિક પાર્ટી ઑફ ઇન્ડિયાના નેતા રામદાસ આઠવલેએ તુનિષાના પરિવારની મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તુનિષાના પરિવારને ન્યાય મળવો જોઈએ. તુનિષા પરિવારની એક માત્ર કમાનાર વ્યક્તિ હતી. તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદેને અપીલ કરશે કે તેઓ ૨૫-૩૦ લાખ રૂપિયા તુનિષાના પરિવારને આપે. આ ઉપરાંત તે પોતાની પાર્ટી તરફથી પણ મદદ કરશે.વધુમાં રામદાસે કહ્યું હતું કે તુનિષાની માતાએ તેમને જણાવ્યું હતું કે શિજાન તેને ઉર્દૂ શીખવતો હતો. ત્રણ મહિનાથી શિજાને તુનિષાને ટ્રેપ કરી હતી. જો તેણે બ્રેકઅપ કરવું જ હતું તો રિલેશન કેમ બનાવ્યા? આવા લોકોને ફાંસીની સમજા મળવી જોઈએ.રામદાસે એમ પણ જણાવ્યું હતું કે આ કેસની પૂરી તપાસ કરીને ન્યાય આપવામાં આવશે. તેમણે વકીલ ઉજ્જવલ નિકમ સાથે વાત કરી છે. આ કેસમાં સરકારી વકીલ ઉજ્જવલ નિકમને લાવવા જોઈએ. તે ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ મળવાના છે.
તુનિષાએ સુસાઇડ કર્યું એ દિવસે શિજાને સિક્રેટ ગર્લફ્રેન્ડ સાથે દોઢ કલાક વાત કરી હતી. આટલું જ નહીં, શિજાને આ ચેટ પણ ડિલિટ કરી નાખી હતી. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું હતું કે જો સિક્રેટ ગર્લફ્રેન્ડ સાથેની એ ચેટમાં કંઈ જ ખોટું નહોતું તો પછી શિજાને એને ડિલિટ કેમ કરી? શિજાનની આ સિક્રેટ ગર્લફ્રેન્ડ પણ ટીવી સિરિયલની એક્ટ્રેસ છે અને તે મુંબઈમાં જ રહે છે. તુનિષાએ શિજાન સાથે ૩ વાગ્યે લંચ કર્યું હતું અને ૩.૧૫ વાગ્યે આત્મહત્યા કરી હતી. ૨૦ વર્ષની તુનિષાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ભારતના ’વીર પુત્ર-મહારાણા પ્રતાપ’થી કરી હતી. તે ’ચક્રવર્તી અશોક સમ્રાટ’, ’ગબ્બર પુંછવાલા’, ’શેર-એ-પંજાબ: મહારાણા રણજિત સિંહ’, ’ઈન્ટરનેટ વાલા લવ’ અને ’ઈશ્ક શુભાન અલ્લાહ’ જેવી સિરિયલમાં પણ જોવા મળી હતી. તુનિષાએ કેટરીના કૈફની ફિલ્મ ’ફિતૂર’માં બાળપણની ભૂમિકા ભજવી છે.