
જૂનાગઢમાં માંગરોળના લોઈજ ગામમાં એક હેવાન શખ્સે હદ વટાવી છે. યુવતી મજૂરી કરવા જતી હતી ત્યારે કોન્ટ્રકટરે એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યો. હેવાન શખ્સના પાપે યુવતી માતા બની અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. માંગરોળમાં મજૂરી કામ માટે જતી ૧૯ વર્ષની યુવતી સાથે તેના જ કોન્ટ્રાક્ટરે દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ છે

માંગરોળમાં રહેતી ૧૯ વર્ષની યુવતી પોતાની માતા સાથે મજૂરી કામે જતી હતી. જ્યાં કોન્ટ્રાક્ટર શખ્સની નિયત બગડી હતી. એક દિવસ યુવતી જ્યારે એકલી હતી ત્યારે આરોપીએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ ૧૯ વર્ષીય યુવતીને પોતાની વાસનાનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દીધી. જે અંગે કોઈને જાણ કરવામાં આવશે તો તેના માતા પિતા ને મારી નાખવાની ધમકી પણ આપી હતી. યુવતી આ ધમકીથી ગભરાઈને ચૂપચાપ તેનો અત્યાચાર સહન કરતી રહી. આમ અચાનક એક દિવસ તેના પેટમાં દુખાવો ઉપાડતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
હોસ્પિટલામાં સારવાર દરમિયાન પરિવારજનોને જાણ થઈ કે યુવતીને પાંચ માસનો ગર્ભ છે. જે અંગે માતા પિતા દ્વારા પૂછપરછ કરવામાં આવતા સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો હતો. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે