વોશિગ્ટન,અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને મોં બંધ રાખવા માટે પૈસા આપવાના આરોપોનો સામનો કરી રહ્યા છે. આ પૈસા ૨૦૧૬ના રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન આપવામાં આવ્યા હતા.
ટ્રમ્પ આ આરોપો સાથે સંબંધિત ફોજદારી કેસની સુનાવણી માટે મંગળવારે મેનહટન કોર્ટમાં હાજર થયા હતા.અગાઉ, મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ એક કલાક ચાલેલી સુનાવણીમાં તેમના પર ૩૪ આરોપો લગાવવામાં આવ્યા હતા, જેના પર ટ્રમ્પે કહ્યું કે તેઓ નિર્દોષ છે.ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ આક્ષેપો કરવામાં આવ્યા છે. હવે આ મામલે ટ્રમ્પની અંગત હાજરી અને આગામી સુનાવણી ૪ ડિસેમ્બરે થશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર જ્યાં કેટલાક લોકો આ મામલાને ઐતિહાસિક ગણાવી રહ્યા છે તો ટ્રમ્પના સમર્થકો તેમને અમેરિકાના મહાન વ્યક્તિ ગણાવી રહ્યા છે.કેટલાક લોકોએ તેની સરખામણી ભગવાન સાથે પણ કરી.
તસવીર શેર કરતી વખતે આ યુઝરે કહ્યું, ‘ડોનાલ્ડ ટ્રમ્પને ઈતિહાસના પુસ્તકોમાં આ રીતે યાદ કરવામાં આવશે.તમે તેમને પસંદ કરો કે ન કરો, આ ચિત્ર પેઢીઓ સુધી જીવંત રહેશે. મને લાગે છે કે રાજકારણમાં ટ્રમ્પનો સમય પૂરો થઈ ગયો છે. હું જાણું છું કે તમારામાંથી ઘણા અસંમત થશે. હું જાણું છું કે તે પોતે તેના પર વિશ્ર્વાસ કરશે નહીં, તેના સમર્થકો તેના પર વિશ્ર્વાસ કરશે નહીં, પરંતુ તે સમાપ્ત થઈ ગયું છે. મોટા અહંકાર અને છેતરપિંડી કરવાની વૃત્તિ ધરાવતા માણસની આસપાસ અમેરિકન રાજકારણમાં દુ:ખદ વાર્તાના અંતની આ શરૂઆત છે.
આમ ટ્રમ્પના સમર્થકો માટે ટ્રમ્પ મહાન છે. તેઓ માને છે કે ટ્રમ્પ અમેરિકાને મહાન બનાવવા આવ્યા છે. તેમનું માનવું છે કે અમેરિકાની સ્થિતિ અત્યારે રાજકીય, આર્થિક , વ્યાપારી એમ બધી રીતે ખરાબ છે. વિશ્ર્વસ્તરે અમેરિકાની છાપને ઝાંખપ લાગી છે.બાઇડેન વિશ્ર્વસ્તરે નબળા પડી રહ્યા છે. રશિયા અને ચીન જેવા દેશો અમેરિકાને હવે ગાંઠતા નથી. જો ટ્રમ્પ હોત તો રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ જ થયું ન હોત. ટ્રમ્પ પુતિન સાથેની વ્યક્તિગત મિત્રતાનો ઉપયોગ કરીને રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરાવી શકે તેમ લોકો માને છે. માને છે. ટ્રમ્પની કટ્ટર સમર્થક ટેલર ગ્રીને તો ટ્રમ્પની ધરપકડની તુલના નેલ્સન મંડેલાની ધરપકડ સાથે કરી હતી. નેલ્સન મંડેલા તેમના લોકોના રાજકીય અધિકાર માટે લડ્યા હતા તો ટ્રમ્પ પણ તે જ કરી રહ્યા છે.