ટ્રમ્પનું ચૂંટણી પ્રચાર અભિયાન ઈરાન દ્વારા હેક’, ટ્રમ્પની ટીમનો દસ્તાવેજો લીક થયાનો દાવો

યુએસ ચૂંટણી ૨૦૨૪માં હવે કમલા હેરિસ યુએસ પ્રમુખપદની ચૂંટણી લડી રહી હોવાથી સ્પર્ધા રસપ્રદ બની ગઈ છે. કેટલાક સર્વેમાં કમલા હેરિસ આગળ છે તો કેટલાકમાં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ છે. તે જ સમયે સર્વેમાં પાછળ રહેવાના અહેવાલો વચ્ચે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે દાવો કર્યો હતો કે તેમના ચૂંટણી પ્રચારના અભિયાનને હેક કરવામાં આવ્યું છે.

અમેરિકન સમાચાર એજન્સી પોલિટિકોએ શનિવારે ટ્રમ્પની ટીમને ટાંકીને કહ્યું કે કેમ્પેન હેક કરવામાં આવ્યું છે. એઓએલનો ઉપયોગ કરતા એકાઉન્ટમાંથી ઈમેઇલ મળ્યા બાદ આ દાવો કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રમ્પ અભિયાનના કેટલાક ગુપ્ત દસ્તાવેજો હતા. એવું માનવામાં આવે છે કે આ દસ્તાવેજો લીક થયા હતા.

ટ્રમ્પ કેમ્પેઈને માઈક્રોસોટ રિપોર્ટનું નામ આપતા પોલિટિકો દ્વારા આપવામાં આવેલી માહિતી શેર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ હેકિંગ માટે અમેરિકાનો દુશ્મન જવાબદાર છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાની હેર્ક્સે જૂનમાં રાષ્ટ્રપતિની ઝુંબેશના વરિષ્ઠ અધિકારીને સ્પિય ફિશિંગ ઈમેઇલ મોકલ્યો હતો. જોકે માઈક્રોસોટ રિપોર્ટમાંએ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ઈમેઇલ દ્વારા કોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પોલિટિકોએ વધુમાં જણાવ્યું હતું કે તેણે હેકરની ઓળખની પુષ્ટિ કરી નથી અને આ કામ પાછળ કોણ છે તે જાણી શકાયુ નથી.

પોલિટિકોએ ટ્રમ્પ ઝુંબેશના વરિષ્ઠ અધિકારી પાસેથી ઈમેલ મળ્યાની જાણ કરી હતી. જેમાં ટ્રમ્પના સાથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સ અને સેનેટર માર્કો રુબિયો પર ૨૩ ફેબ્રુઆરીના રોજ સમાન દસ્તાવેજ પર સંશોધન ડોઝિયરનો સમાવેશ થાય છે.