ટ્રમ્પ ચૂંટણી જીતવા ચીનના ટાપુ પર મિસાઇલ હુમલો કરાવશે: ગ્લોબલ ટાઇમ્સ

બેઇજિંગ
ભારતની સાથે સાથે અમેરિકા સામે પણ બાવડા ચઢાવનારા ચીનને હવે અમેરિકાના મિસાઈલ હુમલાનો ડર લાગી રહૃાો છે.ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના એડિટર હુ શિજિને દાવો કર્યો છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ચૂંટણી જીતવા માટે ચૂંટણી પહેલા સાઉથ ચાઈના સીમાં ચીનના કબ્જા હેઠળના ટાપુઓ પર મિસાઈલ હુમલો કરાવી શકે છે.જોકે ચીનની સેના તેનો આકરો જવાબ આપશે તે નિશ્ર્ચિત છે.

તેમણે કહૃાુ હતુ કે,મને જે જાણકારી મળી છે તેના આધારે મારુ માનવુ છે કે, ફરી ચૂંટણી જીતવા માટે ટ્રમ્પ અમેરિકન વાયુસેનાના રિપર ડ્રોન થકી મિસાઈલ લોન્ચ કરી શકે છે.જો આવુ થયુ તો ચીનની સેના નિશ્ર્ચિત પણે જોરદાર પલટવાર કરશે અને જે લોકો યુધ્ધ શરુ કરશે તેમને જડબાતોડ જવાબ આપશે.

આ પહેલા પણ ગ્લોબલ ટાઈમ્સે ધમકી આપી હતી કે, જો તાઈવાનમાં અમેરિકાની સેના પાછી ફરી તો ચીન યુધ્ધ છેડી દેશે.આમ ચીનને હવે અમેરિકાના હુમલાનો ડર સતાવવા માંડ્યો છે.