અગરતલ્લા,
ત્રિપુરા વિધાનસભા ચૂંટણી- ૨૦૨૩ માટે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)અને વામ માર્ચાએ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. માકપાએ કોંગ્રેસને ૧૩ સીટો આપી છે.
પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ધારાસભ્ય માણિક સરકારને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી. ત્રિપુરાની ૬૦ વિધાનસભા સીટો માટે ચૂંટણી ૧૬ ફેબ્રુઆરીએ થશે. નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ ૩૦ જાન્યુઆરી છે.
માકપા તરફથી કહેવામાં આવ્યું છે કે અમે કોંગ્રેસ સાથે સીટની વહેંચણી પર વાતચીત પછી લિસ્ટ જાહેર કર્યું છે. તેમાં માકપાને ૪૩ સીટો, કોંગ્રેસને ૧૩ સીટો, સીપીઆઈને એક સીટ આપી છે. આ સિવાય આરએસપી, એફબી અને અન્ય એક પાર્ટીને એક-એક સીટ આપી છે.
ત્રિપુરામાં કુલ ૩૩૨૮ મતદાન કેન્દ્રોમાંથી ૧૧૦૦ને સંવેદનશીલની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. એક વરિષ્ઠ ચૂંટણી અધિકારીએ બુધવારે આ જાણકારી આપી હતી. ચૂંટણી અધિકારીએ કહ્યું કે ૨૮ મતદાન કેન્દ્રોની ઓળખ સુરક્ષાની દ્રષ્ટીથી મહત્વપૂર્ણ રુપમાં કરવામાં આવી છે. જ્યાં ગત ચૂંટણી દરમિયાન એક ઉમેદવારને ૭૦ ટકાથી વધારે વોટ મળ્યા હતા.
૨૦૧૮ની ચૂંટણીમાં ત્રિપુરામાં ભાજપે ડાબેરીઓના લાંબા સમયથી ચાલી રહેલા શાસનને ખતમ કરીને પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી હતી. ભાજપને ૬૦માંથી ૩૬ સીટો પર જીત મળી હતી. સીપીઆઈ-એમ ને ફક્ત ૧૬ સીટો મળી હતી. IPFT ને સીટો મળી હતી.