ટ્રમ્પને પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ૩૩ લાખ ચૂકવવા અમેરિકન કોર્ટનો આદેશ

વોશિંગટન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પોર્ન સ્ટારને લગભગ ૩૩ લાખ રૂપિયા ચૂકવવા પડશે. અમેરિકાની એક કોર્ટે આ આદેશ આપ્યો છે. સ્ટોર્મી ડેનિયલ્સ નામની આ પોર્ન સ્ટારનું કહેવું છે કે, તેનું ટ્રમ્પ સાથે અફેર હતું. જોકે, ટ્રમ્પ આનો ઇનકાર કરતા આવ્યા છે. ટ્રમ્પ પર ૪૧ વર્ષીય સ્ટોર્મી ડેનિયલ્સ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો. બાદમાં તેનો કેસ રદ કરાયો હતો. હવે કોર્ટે કહૃાું છે કે ટ્રાયલ દરમિયાન ડેનિયલ્સ દ્વારા ખર્ચવામાં આવેલા નાણાં ટ્રમ્પને ચૂકવવા પડશે. કેલિફોર્નિયા કોર્ટે ટ્રમ્પને ૩૩ લાખ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો છે. ડેનિયલ્સના વકીલે કોર્ટના નિર્ણયની જાણકારી આપી. ચુકાદા પછી સ્ટોર્મી ડેનિયલ્સએ ટ્વીટ કર્યું – હા, વધુ એક જીત!


ડેનિયલ્સએ કહૃાું કે ટ્રમ્પ સાથેના કથિત સંબંધ પછી તેને ચૂપ રહેવા માટે પૈસા આપવામાં આવ્યા હતા. આ માટે સમજૂતી થઈ હતી. તેમને ટ્રમ્પના વકીલ પાસેથી આશરે ૯૭ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ડેનિયલે દાવો કર્યો હતો કે ૨૦૦૬માં ટ્રમ્પ સાથે તેનું અફેર હતું. જો કે ટ્રમ્પે આ વાતનો વારંવાર ઇનકાર કર્યો છે.