બેંગ્લોરના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં શુક્રવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ને મોટી સફળતા મળી છે. એજન્સીએ ષડયંત્રના માસ્ટર માઈન્ડ સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.એનઆઇએ અનુસાર, મુસાવીર હુસૈન શાજીબ અને અદબુલ મતીન અહેમદ તાહાની કોલકાતા નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. બંનેએ અહીં પોતાનું ઠેકાણું બનાવી લીધું હતું અને છુપાઈ ગયા હતા. તેના ઠેકાણાની જાણ કર્યા બાદ એનઆઇએની ટીમે તેને પકડી લીધો હતો.
આ કેસ સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે શાજીબ તે વ્યક્તિ હતો જેણે કાફેમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ મૂક્યું હતું. આ સિવાય તાહા બ્લાસ્ટનું પ્લાનિંગ અને તેને અંજામ આપવાનો માસ્ટરમાઈન્ડ હતો. એક અધિકારીએ જણાવ્યું કે ૧૨ એપ્રિલની સવારે ફરાર આરોપી અબ્દુલ માથિન તાહા અને મુસાવીર હુસૈન શાઝેબને કોલકાતા નજીક જોવામાં આવ્યા હતા. અહીં તેઓ ખોટી ઓળખ હેઠળ છુપાયેલા હતા. એનઆઈએને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ ઉપરાંત પશ્ચિમ બંગાળ, તેલંગાણા, કર્ણાટક અને કેરળ પોલીસનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. રાજ્યની પોલીસ એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલનના કારણે આરોપીઓને પકડી શકાય છે.
ગયા મહિને એનઆઈએએ આ બે આરોપીઓની ધરપકડ કરવા માટેની માહિતી માટે પ્રત્યેકને ૧૦ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. આ પહેલા ૧ માર્ચના રોજ બેંગ્લોરના બ્રુકફિલ્ડમાં આઇટીપીએલ રોડ પર સ્થિત એક કાફેમાં આઇઇડી બ્લાસ્ટ થયો હતો.એનઆઇએએ ૩ માર્ચે તપાસ હાથ ધરી હતી.