ટ્રેનો ઉથલાવવાનાં કાવતરાં

ટ્રેનને પાટા પરથી ઉતારવાનાં ષડયંત્રો આજકાલ નજરે પડી રહ્યાં છે, જે નિંદનીય છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં રવિવારે મોડી રાત્રે પ્રયાગરાજ-ભિવાની કાલિંદી એક્સપ્રેસ પાટા પર મૂકેલ એલપીજી સિલિન્ડર સાથે ટકરાઇ, એ તો સારું થયું કે સિલિન્ડરમાં વિસ્ફોટ ન થયો. તેની સાથે પેટ્રોલ બોમ્બ પણ હતો. સિલિન્ડર ટકરાઇને દૂર ફેંકાઈ ગયો અને ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતરું નિષ્ફળ ગયું. પોલીસે પોતાના સ્તરે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તે તેને મોટું કાવતરું માની રહી છે તો આશ્ર્ચર્ય નહીં. પોલીસે કોઇપણ સ્થિતિમાં એ શખ્સ અથવા એ ટોળકી સુધી પહોંચવું જોઇએ, જેણે આવું દુસ્સાહસ કર્યું.

આજકાલ એમ પણ ટ્રેનોની સરેરાશ ઝડપ ઘણી વધી ગઈ છે અને પાટા પર એક પછી એક એટલી ટ્રેનો દોડી રહી છે કે તેમને સમયસર ચલાવવી અને ગતિ સાથે ચલાવવી અનિવાર્ય થતું જાય છે. કાલિંદી એક્સપ્રેસ પણ ઘણી ઝડપથી જતી હતી. જો તેની સાથે ટકરાઇને સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હોત તો ભારે નુક્સાન થયું હોત. ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે, અપરાધીઓ સુધી પહોંચવું અને તેમના મનસૂબા ઉજાગર કરવા જરૂરી છે, જેથી સુરક્ષા વ્યવસ્થા સચોટ બનાવી શકાય.

આવી ગંભીર બાબતોમાં તપાસ એજન્સીઓએ ઢીલ છોડીને ખતરાને સમજવાની કોશિશ કરવી જોઇએ. રેલવે સંચાલન જેટલું મહત્ત્વપૂર્ણ છે, એનાથી ક્યાંય વધુ મહત્ત્વપૂર્ણ છે, એવા અપરાધી તત્ત્વો પર અંકુશ. યાન રહે કે ૧૭ ઓગસ્ટે વારાણસી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસના ૨૨ ડબા કાનપુર પાસે જ પાટા પરથી ઉતરી ગયા હતા. તેમાં એન્જિન એક ખડક સાથે ટકરાઇ ગયું હતું. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં ચંડીગઢ-ડિબ્રૂગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાથી ચાર યાત્રીઓના જીવ ગયા હતા.

કાલિંદી એક્સપ્રેસ સાથે થયેલ તાજી ઘટના કેટલું ગંભીર રૂપ લઈ શક્તી હતી, તે વિચારવા જેવું છે. સૌથી મોટો ખતરો એ હોય છે કે જો ટ્રેન કોઈપણ કારણોસર પાંચ મિનિટ ક્યાંક ઊભી રહી જાય તો એ જ પાટા પર પાછળથી આવતી ટ્રેન કાળ બની જાય છે. આ વખતે કાવતરું એવું જ હતું કે કાનપુર રૂટ જેવા વ્યસ્તતમ માર્ગ પર પરિવહન માર્ગ પર મોટી ખાનાખરાબી થાય. એ તો મુસાફરોનું સારું નસીબ કે સિલિન્ડર ટકરાઇને દૂર ફેંકાઈ ગયું અને ટ્રેન પાટા પરથી ઉતરી ન પડી. કેન્દ્ર સરકારે આ કાવતરાની તપાસનું કામ એનઆઇએને આપીને સારું જ કર્યું છે. આ પહેલાં કેટલીય જગ્યાએ વંદે ભારત ટ્રેનો