
નાગપુર, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં ’મેરી માટી, મેરા દેશ, અમૃત કલશ યાત્રા’ દરમિયાન જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાને કારણે માર્ગ અકસ્માતમાં ૨૦ ટકાનો વધારો થયો છે.
દેશ તેમણે એમ પણ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે કે, જો આપણી પહેલી પ્રાથમિક્તા દેશ છે, દેશ પછી પાર્ટી છે, પાર્ટી પછી હું છું. તેમણે કહ્યું કે આમાં ’હું છેલ્લો છું, હું જે પણ કરીશ, જનતા કરશે’. ગડકરીએ કહ્યું કે તેથી આપણે દેશ માટે કામ કરવું પડશે, ગરીબો માટે કામ કરવું પડશે, સમાજ માટે કામ કરવું પડશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તેઓ દરેકને રસ્તા પર ચાલતી વખતે કાયદાનું પાલન કરવા અપીલ કરું છું. ’રસ્તા પર ચાલતા લોકો કાયદાનું પાલન કરતા નથી. જેના કારણે ૧.૫ લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. ૧૮ થી ૩૪ વર્ષની વયના છોકરાઓ અને છોકરીઓ અકસ્માતમાં મૃત્યુ પામે છે. જુવાન છોકરો જે ઘર છોડીને જાય છે તેની શું હાલત થાય છે? ૩.૫ લાખ લોકોએ હાથ-પગ ગુમાવ્યા છે. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાને કારણે અકસ્માતોમાં ૨૦ ટકાનો વધારો થયો છે. દેશની જીડીપીને ૩ ટકાનું નુક્સાન થયું છે. ગડકરી વારંવાર લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરે છે. જેથી કરીને કોઈપણ પ્રકારની અપ્રિય પરિસ્થિતિથી બચી શકાય.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ઓગસ્ટમાં દેશનો પ્રથમ કાર ક્રેશ ટેસ્ટિંગ પ્રોગ્રામ ’ભારત દ્ગઝ્રછઁ’ રજૂ કર્યો હતો. તેનો ઉદ્દેશ ૩.૫ ટન સુધીના મોટર વાહનોના માર્ગ સલામતી ધોરણોને સુધારવાનો છે. ત્યારે ગડકરીએ કહ્યું હતું કે દેશ બે પડકારોનો સામનો કરી રહ્યો છે – માર્ગ અકસ્માત અને વાયુ પ્રદૂષણ. ભારતમાં દર વર્ષે લગભગ પાંચ લાખ અકસ્માતો થાય છે. લગભગ ૧.૫ લાખ લોકો જીવ ગુમાવે છે. કેન્દ્રીય મંત્રીએ તાજેતરમાં પણ કહ્યું હતું કે સરકાર આ વર્ષના અંત સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ખાડામુક્ત બનાવવાની નીતિ પર કામ કરી રહી છે.