તોશાખાનાનો વિવાદ ઇમરાન જ નહીં બાકી નેતાઓએ પણ પહેલા ભ્રષ્ટ્રાચાર અને સત્તાનો દુરૂપયોગ કર્યો છે.

  • ઇમરાન ખાન જ નહીં પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી અને શહબાદ શરીફના ભાઇ અને પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફની પત્ની માટે પણ તોશાખાનાથી મોંધી ભેટ મામુલી કીમત પર લઇ ગયા હતાં.

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનમાં તોશાખાના મામલામાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીઓ ઓછી થઇ રહી નથી તોશાખાના વિવાદથી એકવાર ફરી આ મામલો ચર્ચામાં આવી ગયો છે.પાકિસ્તાનની શહબાદ શરીફ સરકારે લાહોર હાઇકોર્ટના આદેશ બાદ તોશાખાના ભેટના રેકોર્ડને જાહેર કરવામાં આવ્યું છે.તેમાં એક મોટો ખુલાસો થયો છે.તોશાખાના મામલામાં ફકત ઇમરાન ખાન જ નહીં પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી અને શહબાદ શરીફના ભાઇ અને પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફની પત્ની માટે પણ તોશાખાનાથી મોંધી ભેટ મામુલી કીમત પર લઇ ગયા હતાં.

આ રીત ઇમરાન જ નહીં બાકી નેતાઓએ પણ પહેલા ભ્રષ્ટ્રાચાર અને સત્તાનો દુરૂપયોગ કર્યો છે. તેમાં પૂર્વ મંત્રી રાજા પરવેશ અશરફ,યુસુફ રજા ગિલાની,પૂર્વ નાણાંમંત્રી સરતાજ અજીજ,પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફ અને ઇશાક ડારનું નામ યાદીમાં સામેલ છે.લાહૌર હાઇકોર્ટે ૨૦૦૨થી અત્યાર સુધી તોશાખાના ભેટના રેેકોર્ડને જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.ત્યારબાદ પાકિસ્તાનની શહબાજ શરીફ સરકારે તેને જારી કરી છે.ત્યારબાદ પ્રજાને તે વસ્તુઓની બાબતમાં માહિતી મળે જે વર્ષો સુધી નેતાઓ,બ્યુરોક્રેટ્સ અને અધિકારીઓને વિદેશોમાં ભેટ તરીકે મળી હતી અને જનતાથી છુપાવીન રાખવામાં આવી.

તોશાખાનાની ભેટથી જોડાયેલ ૪૬૬ પાનાનો રેકોર્ડ કેબિનેટ ડિવીજનની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે સરકારે પહેલા તેને કલાસીફાઇડ બતાવવાનો પ્રયાસ કર્યો હતો જેના પર લાહૌર હાઇકોર્ટે ૧૯ જાન્યુઆરીને તેનાથી જોડાયેલ એક સોગંદનામું દાખલ કરવા માટે કહ્યું હતું યાદી અનુસાર વિદેશોથી સોનાની બંદુક,ઘડિયાળા અને અનેક લગ્ઝરી આઇટમ ભેટના રૂપમાં મળ્યા હતાં.

તોશાખાના ભેટની જાહેર કરવામાં આવેલ યાદી અનુસાર પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને ૮.૫ કરોડ પાકિસ્તાની રૂપિયાની એક સોનાની ઘડિયાળ મળી હતી જેના પર હીરા લાગેલા હતાં.આ ઉપરાંત ૫૬ લાખની કફલિંગની એક જોડી,૧૫ લાખની પેન અને ૮૫ લાખની વીટી મળી હતી ઇમરાને ત્યાાર બાદ ફકત બે કરોડ રૂપિયા કરાવી તે તમામ ભેટને પોતાની પાસે રાખી લીધી અનેક ભેટ માટે તેમણે કોઇ પણ પૈસા આપ્યા નહીં.

પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફ પણ તોશાખાનાથી ભેટ કાઢવામાં પાછળ રહ્યાં નથી તેમણે ૨૦૧૩માં ૧૧ લાખની રોલેકસ ઘડી,૨૫ હજાર રૂપિયાના કફલિંગ અને પેન અને ૧૫ હજાર રૂપિયાના કુવૈત સેન્ટ્રલ બેન્કના ચાર સ્મારક સિક્કા પોતાની પાસે રાખી લીધા ત્યારબાદ તેમણે ૨૪ હડાર રૂપિયા જમા કરાવ્યા,૨૦૧૬માં નવાજ શરીફની પત્ની કુલસુમ નવાજે ૧.૨૭ કરોડ રૂપિયાની એક બગડી,૪.૧૬ કરોડ રૂપિયાનો નેકલેસ અને ઝુમકા પોતાની પાસે રાખી લીધા ત્યારબાદ તેમણે ૧.૮ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતાં.

પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ ૫.૭ કરોડની બીએમડબ્લ્યુ ૭૬૦ એલઆઇ કાર અને ૫ કરોડ રૂપિયાની ટોયોટો લેકસસ એલએકસ ૪૭૦ કારને ખરીદી લીધી પરંતુ ૧૦ કરોડથી વધુની કીંમતની સામગ્રીના બદલામાં તેમણે ફકત ૧.૬ કરોડ રૂપિયા આપ્યા આ ઉપરાંત પણ તેમણે ૨.૭ કરોડ રૂપિયાની એક વધુ કારને ફકત ૪૦ લાખ રૂપિયામાં તોશાખાનાથી કઢાવી લીધી.