TMCએ નંદીગ્રામ બેઠક પર ચૂંટણીપંચ પાસે ફરી મત ગણતરીની કરી માગ

કડક મુકાબલા વચ્ચે નંદીગ્રામ બેઠકથી મમતા બેનર્જીને હારનો સામનો કરવો પડ્યો છે. શુભેંદુ અધિકારીએ તેમને 1700થી વધારે મતોથી હરાવ્યા છે. જો કે પહેલા કેટલાક સમાચારમાં આવ્યું કે મમતા બેનર્જી 1200 મતોથી જીતી ગયા છે.

પરંતુ પછી સમાચાર આવ્યા કે મમતા બેનર્જીને નંદીગ્રામમાં હાર મળી છે. નંદીગ્રામ સીટ પર આવેલા પરિણામોને લઈ અહીં ફરી મતગણતરીની માંગ કરવામાં આવી છે. ટીએમસી નેતા આ માંગને લઈ કોલકાતામાં ચૂંટણીપંચના અધિકારીઓને મળવા પહોંચ્યા.

નંદીગ્રામના પરિણામોને લઈ ટીએમસીના એક પ્રતિનિધિ મંડળે કોલકાતામાં ચૂંટણી પંચના અધિકારીઓને મળવા પહોંચ્યા. ટીએમસીએ નંદીગ્રામમાં ફરી વોટ કાઉંટિંગ માગ્યુ છે. ટીએમસીએ કહ્યું કે મતોની ફરી ગણતરી થવી જોઈએ.

હારની ખબરો મમતા બેનર્જીએ કહ્યું કે હું નિર્ણય સ્વીકારુ છુ, પરંતુ હું ન્યયાલયમાં જઈશ કારણ કે મને જાણકારી છે કે પરિણામોની જાહેરાત બાદ કંઈક હેર-ફેર કરવામાં આવ્યા હતા અને હું તેનો ખુલાસો કરીશ આપને જણાવી દઈએ પશ્ચિમ બંગાળ વિધાનસભાની 292 બેઠકો પર રવિવારે ચાલી રહેલી મતગણતરીમાં 286 બેઠકો માટે ઉપલબ્ધ રુઝાનોમાં તૃણમુલ કોંંગ્રેસ 212 બેઠકો પર આગળ છે અને સત્તા તરફ આગળ વધતી દેખાઈ રહી છે. જ્યારે ભાજપ 78 બેઠકો પર આગળ છે.