- પોલીસ સાથેની ધક્કામુક્કીમાં ડેરેક ઓ બ્રાયન ફસડાઇ પડ્યા
- મહિલા પોલીસકર્મીઓએ અમારા બ્લાઉઝ ખેંચ્યા અને લાઠીચાર્જ કર્યો: ટીએમસી નેતા મમતા ઠાકુર
લખનૌ,
ઉત્તર પ્રદેશમાં હાથરસ ગેંગરેપ કેસમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બાદ આજે શુક્રવારે તૃણમુલ કોંગ્રેસના નેતાઓનું એક જુથ ગેંગરેપ પીડિતાના પરિજનોને મળતા હાથરસ જઈ રહૃાું હતું. આ દરમિયાન TMC ના નેતા ડેરેક ઓબ્રાયન સાથે રાહુલ ગાંધી જેવી જ દુર્ઘટના ઘટી હતી તો TMC ના મહિલા નેતાએ મહિલા પોલીસકર્મીઓ પર ગંભીર આરોપ લગાવ્યો હત્તો.
તૃણમૂલની નેતા મમતા ઠાકુરે કહૃાું હતું કે, મહિલા પોલીસકર્મીઓએ અમારા બ્લાઉઝ ખેંચ્યા અને અમારી સાંસદ પ્રતિમા મંડળ પર લાઠીચાર્જ કર્યો. જેના કારણે તે નીચે ફસડાઈ પડ્યા હતાં. મહિલા પોલીસના હોવા છતા મેઈલ પોલીસે મહિલા સાંસદને હાથ લગાવ્યો જે અત્યંત શરમજનક બાબત છે.
આજે TMC ના નેતા ડેરેક ઓબ્રાયન સહિત તૃણમૂલ કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ હાથરસ જઈ રહૃાું હતું. હાથરસમાં તેઓ પીડિતાના પરિજનોને મળવા જઈ રહૃાાં હતાં. પરંતુ જેવા TMC ના નેતાઓ હાથરસની સરહદે પહોંચે તે પહેલા જ તમામને પોલીસે અટકાવ્યા હતાં. આ દરમ્યાન સાંસદ ડેરેક ઓ બ્રાયનને ધક્કા માર્યા અને ત્યાંથી ખસેડવા લાગ્યા. આ ધક્કામુક્કીમાં બ્રાયન ફસડાઈ પડ્યા હતા. જોકે ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓએ ઓબ્રાયનને તરત ઉભા કરી લીધા હતાં.
TMC નેતા મમતા ઠાકુરે આરોપ લગાવ્યો હતો કે, અમે ગેંગરેપ પીડિતાના પરિજનોને મળવા જઈ રહૃાાં હતાં, પરંતુ અમને તેની મંજુરી નહોતી આપવામાં આવી. જોકે અમે જવા માટે દબાણ કર્યું તો મહિલા પોલીસકર્મીઓએ અમારા બ્લાઉઝ ખેંચ્યા હતાં. અમારી સાંસદ પ્રતિભા મંડલ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. તેઓ નીચે પડી ગયા. આ દરમિયાન પુરૂષ અધિકારીઓએ તેમને સ્પર્ષ કર્યો હતો. જે અત્યંત શરમજનક છે.
પોલીસે કરી ધક્કામુકી : ટીએમસી સાંસદ
હાથરસ બોર્ડર પર ઘટેલી ઘટનાને લઈને ટીએમસી સાંસદ પ્રતિભા મંડલે કહૃાું હતું કે, અમે મમતા બેનરજી તરફથી કથિત બળાત્કાર પીડિતાના પરિજનોને મળવા માટે મોકલ્યા હતાં જેથી કરીને અમે અમારી સંવેદના વ્યક્ત કરી શકીએ. જોકે અમે અમારો પરિચય આપ્યો તેમ છતાંયે અમને પરિવારજનોને મળતા અટકાવવામાં આવ્યા. એટલુ ઓછુ હોય તેમ અમારી સાથે પોલીસે ધક્કામુકી પણ કરી. જો ઉત્તર પ્રદેશ પોલીસ મહિલા સાંસદનું સમ્માન નથી કરી શકતી તો સામાન્ય લોકોની સ્થિતિ શું હશે તેની તો કલ્પના જ કરવી રહી.