કોલકતા, લોટરી કિંગ નામથી ઓળખાતા સેંટિયાગો માટનની કંપનીએ ૧૩૬૮ કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા. તેમણે આ બોન્ડ ૧૨ એપ્રિલ ૨૦૧૯થી લઈને ૨૪ જાન્યુઆરી ૨૦૨૪ની વચ્ચે ખરીદ્યા હતા. જોકે ખાસ વાત એ છે કે મુખ્ય રીતે તમિલનાડુમાં સંચાલિત થતી માર્ટિન ની કંપનીએ અન્ય રાજ્યોમાં પણ રાજનૈતિક પક્ષોને ફંડ આપ્યું હતું.
માર્ટિનની તરફથી આપેલા ઈલેક્ટોરલ બોન્ડને રોકડ કરવામાં બે રાજનૈતિક પક્ષ સૌથી આગળ છે. તેમાં પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની વાળી તૃણમૂળ કોંગ્રેસ અને તમિલનાડુમાં સત્તારૂઢી એમકે સ્ટાલિનની ડીએમકે. આંકડા જણાવે છે કે ટીએમસીએ ૫૪૨ કરોડ રૂપિયાના બોન્ડ રોકડ કર્યા છે. ત્યાં જ ડીએમકેએ ૫૦૩ કરોડ રૂપિયાના બોન્ડ રોકડ કર્યા છે.
જોકે આ ઉપરાંત પણ ઘણા પક્ષોના નામ લિસ્ટમાં છે. આંધ્ર પ્રદેશમાં સત્તારૂઢી વાઈએસઆક કોંગ્રેસે ૧૫૪ કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીના ૧૦૦ કરોડ રૂપિયા અને કોંગ્રેસે ૫૦ કરોડ રૂપિયા રોકડ કર્યા છે. કંપનીએ સિક્કિમના અમુક પક્ષોને પણ ફંડ આપ્યું છે.