તિરૂપતિ બાલાજી મંદિરમાં ધનુષે વાળ દાન કર્યા

મુંબઇ, સાઉથ સુપરસ્ટાર ધનુષની આગામી ફિલ્મ કેપ્ટન મિલરને લઈને ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, જેને લઈને ફેન્સની ઉત્સુક્તા વધી ગઈ છે. દરમિયાન, ધનુષ આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન કરવા ગયો હતો, જ્યાંથી તેની કેટલીક તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ધનુષની સાથે તેના બંને પુત્રો યાત્રા અને લિંગા પણ દર્શન કરવા ગયા હતા. હવે તે સમયની તસવીરો સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચામાં આવી રહે છે. તસવીરોમાં ધનુષ બાલ્ડ લુકમાં જોવા મળી રહ્યો છે. તેણે માથું મુંડન કરાવ્યું છે. કહેવાય છે કે, ધનુષે પોતાના વાળ તિરુપતિ મંદિરમાં દાનમાં આપ્યા છે. ધનુષ તિરુપતિ મંદિર પહોંચ્યા અને ત્યાં પૂજા કરી. તે દરમિયાન બંને પુત્રો સાથે ધનુષના માતા-પિતા પણ તેની સાથે હાજર હતા.

જો આપણે ધનુષની ફિલ્મ કેપ્ટન મિલરની વાત કરીએ તો તેનો ફર્સ્ટ લુક ૩૦ જૂને શેર કરવામાં આવ્યો છે, જેમાં ઘણા સૈનિકોના મૃતદેહો એક મેદાનમાં જમીન પર પડેલા જોવા મળે છે અને ધનુષ ત્યાં ઊભો જોવા મળે છે. ધનુષ આ ફિલ્મમાં સૈનિકની ભૂમિકા ભજવી રહ્યો છે.

ફર્સ્ટ લુકમાં ધનુષ લાંબા વાળ અને લાંબી દાઢીમાં જોવા મળી રહ્યો છે. ધનુષની આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. જો કે હજુ સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી. કેપ્ટન મિલર સિવાય તાજેતરમાં જ ધનુષે બીજી ફિલ્મની જાહેરાત કરી છે, જેના માટે તેણે રાંઝણાના ડિરેક્ટર આનંદ એલ રાય સાથે હાથ મેળવ્યો છે.

થોડા સમય પહેલા, નિર્માતાઓએ એક અનાઉન્સમેન્ટનો વીડિયો જાહેર કર્યો છે. ફિલ્મનું શીર્ષક તેરે ઈશ્ક રાખવામાં આવ્યું છે, જે સૂચવે છે કે આ એક લવ સ્ટોરી ફિલ્મ બનવા જઈ રહી છે. આ જાહેરાતના વીડિયોએ લોકોમાં ઉત્તેજના વધારી દીધી છે. ધનુષની આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.