સ્વતંત્રતા દિવસને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે શનિવારે રાજકોટમાંથી તિરંગા યાત્રાની શરુઆત થવાની છે. રાજકોટમાં તિરંગા યાત્રાની તૈયારીઓ આખરી ઓપ પર છે. ભરત બોઘરાના જણાવ્યા અનુસાર તિરંગા યાત્રાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
યાત્રામાં કેન્દ્રીય મંત્રી, ભાજપના રાષ્ટ્રીય અયક્ષ જે.પી.નડ્ડા પણ તિરંગા યાત્રાની શરુઆતમાં હાજર રહેવાના છે. આ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. ભાજપના નેતાઓ સહિત સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આ યાત્રામાં જોડાવવાના છે. મળતી માહિતી અનુસાર બહુમાળી ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી યાત્રાની શરૂઆત કરવામાં આવે છે. બીજી હર્ષ સંઘવી અમદાવાદના નવરંગપૂરા વિસ્તારના વિજય ચાર રસ્તા ખાતે વાહન ચાલકોને તિરંગાનું વિતરણ કર્યું હતુ.