
ટીંબા, ટીંબા ગામ ખાતે ગ્રા.પં.ઓફિસ (રાજીવ ગાંધી ભવન)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની વિવિધલક્ષી યોજનાઓ અંતર્ગત આઈ.સી.ડી.એસ. તથા આરોગ્ય શાખા, ગ્રા.પં. ટીંબાગામ ધ્વારા આયોજીત “મિલેટ વર્ષ 2023” (વાનગી સ્પર્ધાનું) ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં દરેક પ્રકારના ધાન્ય, તથા તેમાંથી બનાવેલ વાનગી માંથી મોટી કાટડી, ટીંબા ગામને પ્રથમ, દ્રીતીય, તૃતીય નંબર પધારેલ મહેમાન ગોપાલભાઈ પટેલ, ગૌરાંગભાઈ પટેલ દંડક તા.પં.ગોધરા, ડોક્ટર, આરોગ્ય સ્ટાફ, આગણવાડી કાર્યકરબેનો, સુપરવાઇઝર, ગોઠડા, ટીંબા ગામ સરપંચ, રાકેશભાઈ મકવાણા, મહિલાઓ, બાળકો હાજર રહી ખુબ સુંદર વક્તવ્ય સાથે નંબર આપી વિજેતા જાહેર કરી કાર્યક્રમને સફળ બનાવ્યો. તે બદલ સૌનો આભાર.