રાંચી, ઝારખંડની ખાનગી શાળાઓ આ દિવસોમાં અભ્યાસ કરતાં તેમની બેજવાબદાર હરક્તો માટે વધુ ચર્ચામાં છે. બોકારોના થર્મલ પોલીસ સ્ટેશન વિસ્તારની એક શાળામાં, એક વિદ્યાર્થીને શિક્ષક દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યાના સમાચાર આવ્યા હતા કારણકે વિદ્યાર્થીએ હાથ પર રક્ષાસૂત્ર બાંધ્યું હતું. ત્યારે આ મામલો લોકોની સામે આવતા હિન્દુ સંગઠનોએ શિક્ષકના આ કૃત્ય પર ઉગ્ર હંગામો મચાવ્યો હતો. આ પછી, સ્કૂલ મેનેજમેન્ટે બીકના માર્યા આરોપી શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો છે.
પીડિત વિદ્યાર્થીનું નામ કરણ કુમાર જણાવવામાં આવી રહ્યું છે. તે કાર્મેલ સ્કૂલમાં ધોરણ ૯ નો વિદ્યાર્થી છે. તેમજ તેને માર મારનાર આરોપી શિક્ષકનું નામ અમિત લકડા છે. વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો છે કે હાથ પર રક્ષાસૂત્ર બાંધવાને કારણે શિક્ષકે તેને બધાની સામે માર માર્યો હતો. આ પછી હાથ પર બાંધેલું રક્ષાસૂત્ર કાપીને ફેંકી દીધું હતું. બીજી તરફ હિંદુ વિદ્યાર્થીની મારપીટની માહિતી મળતા જ વિશ્ર્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિત વિવિધ હિંદુ સંગઠનોના લોકો મોટી સંખ્યામાં શાળાએ પહોંચી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો.
હિન્દુ સંગઠનોએ કાર્મેલ પબ્લિક સ્કૂલ મેનેજમેન્ટ પર હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ શિક્ષક અમિત લાકડાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. અહીં, હંગામો જોઈને, કાર્મેલ પબ્લિક સ્કૂલના મુખ્ય શિક્ષક જોયસ કુલ્લુએ, સ્કૂલ મેનેજમેન્ટ વતી માફી માંગી, આરોપી શિક્ષક અમિત લાકડાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો.
આરોપી શિક્ષકને સસ્પેન્ડ કર્યા બાદ વિશ્ર્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ હિન્દુ સંગઠનોના લોકોનો ગુસ્સો શાંત થયો હતો. જો કે, સંગઠનોએ મિશનરી સંસ્થા દ્વારા સંચાલિત શાળાઓ પર હિંદુ ભાવનાઓને જાણીજોઈને ઠેસ પહોંચાડવાનો અને તેમને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો છે. તાજેતરમાં, ધનબાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ ૧૦ની વિદ્યાર્થીનીને શિક્ષકે માર માર્યો હતો જ્યારે તે કપાળ પર બિંદી (લગાવીને) પહેરીને શાળામાં આવી હતી. જેનાથી કંટાળીને વિદ્યાર્થીએ (વિદ્યાર્થીનીએ) આપઘાત કરી લીધો હતો.