ટિક્ટોકને વધુ એક ઝટકો: સીઇઓ કેવિન મેયરે રાજીનામું આપ્યુ

ચાઈનીઝ વીડિયો શેિંરગ એપ ટિકટોક માટે આ સમયે કઈ પણ ઠીક નથી ચાલી રહૃાું. અમેરિકી રાષ્ટ્ર ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે કંપનીના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (સીઈઓ) કેવિન મેયરે રાજીનામું આપ્યું છે. મળતી માહિતી મુજબ, જનરલ મેનેજર વનીસા પપાજને તત્કાળ પ્રભાવથી તેની જગ્યા કંપનીના વચગાળાના સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે.


ગલવાન ઘાટી ઘટના બાદ ટિકટોક સહિત ૫૯ ચાઈનીઝ એપ પર રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરાયો હતો. ભારતના નિર્ણય બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આ એપને અમેરિકામાં પ્રતિબંધ લગાવવાની ધમકી આપી હતી. ત્યાર બાદૃ તેમણે ટિકટોકના અમેરિકી ઓપરેશનને અમેરિકી કંપનીઓના હાથમાં વેચવા માટે પેરેન્ટ કંપની બાઈટડાંસને મજબૂર કરી.


હાલમાં જ અમેરિકામાં ટિકટોકના ભવિષ્ય અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક નવા એક્ઝીક્યુટીવ ઓર્ડર સાઈન કર્યા છે. આ ઓર્ડરમાં તેમણે કહૃાું છે કે, જો ટિકટોકને અમેરિકામાં બિઝનેસ જારી રાખવો હોય તેણે ૯૦ દિૃવસની અંદર તેને વેચવી પડશે અને તમામ વર્તમાન ડેટાને ડીલીટ કરવો પડશે.


ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ ડિઝની સ્ટ્રીમીંગમના પ્રમુખ કેવિન મેયરે બાઈટડાંસના માલિકીની શોર્ટ વીડિયો એપ કંપની ટિકટોકને જોઈન કર્યાના ૪ મહિનાની અંદર રાજીનામું આપી રહૃાા છે.