ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીઓ વધી, હવે સુરત શહેરમાં ફરિયાદ દાખલ થઈ

સુરત,સોશિયલ મીડિયાની રીલ સ્ટાર ને એક સમયની ટિકટોક સ્ટાર સતત વિવાદોમાં રહેતી હોય છે. તેની રીલ્સ કરતા તેની પર થતી ફરિયાદોને કારણે તે ચર્ચા જગાવે છે. ત્યારે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ પર ફરી એકવાર ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલ સહિત તેના સાથી મિત્રો સામે સુરતના કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ગત ૧૯ માર્ચના રોજ કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ, મેહુલ આહીર સહિતના લોકોએ બબાલ મચાવી હતી. તેઓએ કામરેજ ચોર્યાસી ટોળનાકે પશુ ભરેલ ટેમ્પો રોકી ધાક ધમકીઓ આપી હતી. ત્યારે ટેમ્પો ડ્રાઈવરને વીડિયોમાં બેફામ ગાળો આપી હતી. ત્યારે વીડિયો વાયરલ થતા પોલીસે નિવેદનો લઇ ફરિયાદ નોંધી છે.

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત સાથી મિત્રો સામે ફરિયાદ નોંધાઈ છે. કામરેજ પોલીસ મથકમાં કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઇ છે. કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ, મેહુલ આહીર સહિતના લોકોએ ધમાલ કરી હતી. જેમા એક ટેમ્પો ડ્રાઈવરે તમામ સામે ફરિયાદ દાખલ કરી છે.

કીર્તિ પટેલ સતત વિવાદોમાં રહેવા ટેવાયેલી છે. tiktokના  વીડિયો વિવાદિત હોય છે. થોડા સમય અગાઉ પ્રતિબંધિત પક્ષી એવા ઘુવડ સાથેનો તેનો tik tokનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો જ્યારે વનવિભાગ પાસે પહોંચ્યો ત્યારે વનવિભાગે કીર્તિ પટેલ પાસેથી ૨૫ હજારનો દંડ પણ વસુલ કર્યો હતો. આ ઉપરાંત બે વર્ષ પહેલા હત્યાની કોશિશના મામલે કીર્તિ પટેલની સુરતની પુણા પોલીસે ધરપકડ કરી છે. તો આ બાદ કીર્તિ પટેલ સામે ડુમસ પોલીસ મથકમાં ધમકી અને મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. ગોવાથી સુરત આવતી ફ્લાઈટની મહિલા ક્રુ મેમ્બર સાથે કીર્તિ એ માસ્ક પહેરવા માટે બબાલ કરી હતી. ત્યારે અમદાવાદ બાદ સુરતમાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી.

આ ઉપરાંત ર્ક્તિી પટેલે લેડી ડોન ભૂરી સાથે પણ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં ટિકટોક કીત પટેલે કહ્યુ હતું કે, ‘ભૂરી, રસ નથી અમને કોઈ મગજમારીમાં. અમે તો મસ્ત છીએ અમારી ફ્રેન્ડ યારીમાં. ઘટે તો જિંદગી ઘટે. પણ અમારી લાજપોર જેલની ભાઈબંધી છે હો ભાઈ. એમાં કાંઈ ન ઘટે. અમારી ફ્રેન્ડશિપ એટલે કૃષ્ણ સુદામાની જોડી છે. બાકી જો, મગજ હટે તો બધાનો બાપ છીએ. હો મોજ હો.. અમારી જેલની ભાઈબંધીને નજર ન લગાવતા હો….’