તિહાડથી સિસોદિયાનો પત્ર:પીએમ મોદી ઓછું ભણેલા છે:નાની એવી કંપનીમાં પણ લોકો ભણેલ-ગણેલ મેનેજર શોધે છે, શું દેશના સૌથી મોટા મેનેજરે શિક્ષિત ન હોવું જોઈએ

નવી દિલ્હી,દિલ્હી લિકર પોલિસી કેસના આરોપી ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ તિહાર જેલમાંથી દેશને પત્ર લખ્યો છે. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષણ સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે લખ્યું કે મોદી ગર્વથી કહે છે કે તેઓ ગામડાની શાળા સુધી જ ભણ્યા છે. લોકો કંપનીમાં મેનેજર રાખવા માટે શિક્ષિત વ્યક્તિ શોધે છે.

મનીષ સિસોદિયા દારૂ નીતિ કેસમાં સીબીઆઈ અને ઈડીના કેસમાં આરોપી છે. તેઓ હાલમાં તિહાડ જેલમાં બંધ છે. તેમણે રાઉઝ એવન્યુ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં જામીન માટે અપીલ કરી છે. મની લોન્ડરિંગ કેસમાં જામીનની સુનાવણી ૧૨ એપ્રિલે થશે. કોર્ટે તેની જ્યુડિશિયલ કસ્ટડી ૧૭ એપ્રિલ સુધી લંબાવી છે.

આજે આપણે ૨૧મી સદીમાં જીવી રહ્યા છીએ. સમગ્ર વિશ્ર્વમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં દરરોજ નવી પ્રગતિ થઈ રહી છે. આખી દુનિયા આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ વિશે વાત કરી રહી છે.આવી સ્થિતિમાં, જ્યારે હું વડા પ્રધાનને કહેતા સાંભળું છું કે ગંદા નાળામાં ગેસની પાઇપમાંથી ચા અથવા ખોરાક બનાવી શકાય છે ત્યારે મારું હૃદય દુ:ખી થઈ જાય છે. શું આપણે ગટરના ગંદા ગેસથી રસોઇ કરી શકીએ? ના!

જ્યારે વડાપ્રધાન કહે છે કે વાદળો પાછળ ઉડતા પ્લેનને રડાર પકડી શક્તું નથી, ત્યારે તેઓ આખી દુનિયામાં હાસ્યને પાત્ર બની જાય છે. શાળા-કોલેજોમાં ભણતા બાળકો તેમની મજાક ઉડાવે છે. તેમના આવા નિવેદનો દેશ માટે અત્યંત જોખમી છે. તેના ઘણા ગેરફાયદા છે- જેમ કે સમગ્ર વિશ્ર્વને ખબર પડે છે કે ભારતના વડાપ્રધાન કેટલું ઓછું ભણેલા છે અને તેમની પાસે વિજ્ઞાનનું પ્રાથમિક જ્ઞાન પણ નથી.

જ્યારે અન્ય દેશોના વડાઓ વડાપ્રધાનજીને ગળે લગાવે છે, ત્યારે તેઓ એક-એક ક્ષણ માટે મોટી કિંમત લઈને જતા રહે છે. બદલામાં ન જાણે કેટલા કાગળો પર તેઓ સહી કરાવી લે છે, કારણ કે વડાપ્રધાન સમજી શક્તા નથી, કારણ કે તેઓ ઓછુ ભણેલા છે.આજે દેશનો યુવા વર્ગ મહત્વાકાંક્ષી છે. તેઓ કંઈક કરવા માંગે છે. તે તકની શોધમાં છે. તે વિશ્ર્વને જીતવા માંગે છે. તે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં કમાલ કરવા માંગે છે. શું એક ઓછું ભણેલા વડાપ્રધાનમાં આજના યુવાનોના સપના પૂરા કરવાની ક્ષમતા છે? હાલના વર્ષોમાં દેશમાં ૬૦ હજાર સરકારી શાળાઓ બંધ કરવામાં આવી છે. શા માટે? એક તરફ દેશની વસ્તી વધી રહી છે તો શું સરકારી શાળાઓની સંખ્યા વધવી જોઈએ નહીં?

જો સરકારી શાળાઓનું ધોરણ સુધરશે, તો લોકો તેમના બાળકોને ખાનગી શાળાઓમાંથી કાઢીને સરકારી શાળાઓમાં મોકલવાનું શરૂ કરશે, જેમ કે હવે દિલ્હીમાં થઈ રહ્યું છે. પરંતુ દેશભરની સરકારી શાળાઓ બંધ કરવી એ ખતરાનો બેલ છે. આ દર્શાવે છે કે શિક્ષણ સરકારની પ્રાથમિક્તા છે જ નહીં. જો આપણે આપણા બાળકોને સારું શિક્ષણ નહીં આપીએ તો શું ભારત પ્રગતિ કરી શકશે? ક્યારેય નહીં!

મેં વડાપ્રધાનનો એક વીડિયો જોયો હતો, જેમાં તેઓ ગર્વથી કહી રહ્યા છે કે તેઓ ભણેલા નથી. ગામની શાળા સુધી જ તેમનું શિક્ષણ થયું હતું. શું.