તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈની કસ્ટડી ગુજરાત એટીએસને મળી

અમદાવાદ,ગુજરાત એટીએસને ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈની કસ્ટડી મળી ગઇ છે. ગુજરાત એટીએસને કાયદાકીય કબ્જો આપવા માટે કોર્ટે પરવાનગી પણ આપી દીધી છે. દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે લોરેન્સ બિશ્ર્નોઈની ટ્રાન્ઝિટ કસ્ટડી મંજૂર કરી છે.

દેશના પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં આતંક ફેલાવનારા લોરેન્સ બિશ્ર્નોઇ ફરતે ગાળિયો ક્સાયો છે. ગુજરાત છ્જીને ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈની કસ્ટડી મળી ગઇ છે. ગુજરાત ATSને કાયદાકીય કબ્જો આપવા માટે કોર્ટે પરવાનગી પણ આપી દીધી છે. દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે લોરેન્સ બિશ્ર્નોઈની ટ્રાન્ઝિટ કસ્ટડી મંજૂર કરી છે. સરહદ પાર દાણચોરીના કેસમાં લોરેન્સ બિશ્ર્નોઈની ટ્રાન્ઝિટ કસ્ટડી મંજૂર કરાઇ છે.

લોરેન્સ બિશ્ર્નોઇ હાલમાં તિહાડ જેલમાં બંધ છે. ગુજરાત એટીએસને કાયદાકીય કબજો આપવા કોર્ટે પરવાનગી આપી દીધી છે. ગુજરાત એટીએસની તપાસમાં એનડીપીએસના કેસમાં લોરેન્સનું નામ ખુલ્યું છે. ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના કેસમાં પોલીસે અગાઉ ૬ પાકિસ્તાની સહિત આઠ લોકોને પકડ્યા હતાં. ગુજરાત એટીએસે હવે પ્રોડક્શન વોરન્ટ જાહેર કર્યું છે.ગુજરાતના એનડીપીએસના એક કેસમાં પુછપરછની માંગ કરવામાં આવી હતી આ મામલે ગુજરાત એટીએસ ડ્રગ્સના કાળા કારોબારનો વધુ પર્દાફાશ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં આતંક મચાવનાર લોરેન્સ બિશ્ર્નોઈએ અભિનેતા સલમાનખાન, ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સંજય રાઉત, અભિનેત્રી રાખી સાવંત સહિત સુરતમાં પણ વેપારીઓને ધમકીઓ આપી છે.

એટીએસને શંકા છે કે લોરેન્સના સાગરિતો સરહદ પાર હથિયારોની દાણચોરી કરે છે. આ પહેલા પણ લોરેન્સને તેના પાક કનેક્શનને લઈને પૂછપરછ કરવામાં આવી છે. લોરેન્સ એક મહિના માટે એએનઆઇના રિમાન્ડમાં હતો ત્યારે તેની પૂછપરછ કરવામાં આવી હતી.