મુંબઇ,\ ટાઈગર શ્રોફની માતા આયેશા સાથે થઈ લાખોની છેતરપિંડી, કેસ દાખલફિલ્મ એક્ટર જેકી શ્રોફની (Tiger Shroff) પત્ની અને ટાઈગર શ્રોફની માતા આયેશા શ્રોફ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. આ મામલે તેમણે મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. આરોપ છે કે એલન ફર્નાન્ડિસ નામના વ્યક્તિએ તેની સાથે ૫૮ લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.
આ કેસમાં પોલીસે એલન ફર્નાન્ડિસ નામના વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ ૪૨૦, ૪૦૮, ૪૬૫, ૪૬૭ અને ૪૬૮ હેઠળ કેસ નોંયો છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
રિપોર્ટ્સ મુજબ એલનને વર્ષ ૨૦૧૮માં એમએમએ મેટ્રિક્સ કંપનીમાં ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. એમએમએ મેટ્રિક્સ જિમ ટાઈગર શ્રોફ અને તેની માતા આયેશાનું છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ ભારતમાં અને ભારતની બહાર ૧૧ ટૂર્નામેન્ટના આયોજન માટે ઘણી રકમ લીધી હતી. જેમાં ડિસેમ્બર ૨૦૧૮ થી જાન્યુઆરી ૨૦૨૩ સુધી કંપનીના બેંક ખાતામાં ૫૮,૫૩,૫૯૧ રૂપિયા ફી તરીકે જમા કરવામાં આવ્યા હતા. પરંતુ આયેશા શ્રોફ તરફથી હજુ સુધી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
તમને જણાવી દઈએ કે આયેશા શ્રોફનો એક્ટર અને ઈન્લુએન્સર સાહિલ ખાન સાથે પણ પૈસાને લઈને વિવાદ થયો છે. વર્ષ ૨૦૧૫માં આયેશા શ્રોફે સાહિલ ખાન વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત ધમકીનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. ૪ કરોડનો આ મામલો પાછળથી પરસ્પર વાતચીત દ્વારા ઉકેલાયો હતો અને એફઆઈઆર રદ કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે આયેશા શ્રોફ પોતાના જમાનામાં એક્ટ્રેસ અને મોડલ રહી ચુકી છે. નાની ઉંમરમાં જ તેને જેકી શ્રોફ સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન બાદ આયેશાએ મોટા પડદાથી દૂર રહી છે. આયેશાએ પાછળથી પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું અને ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું.