સંતરામપુર, ધી સંત તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી સંતરામપુરની 65 મી વાર્ષિક સાધારણ સભા સોસાયટીના મકાનમાં સોસાયટીના ચેરમેન શાંતિલાલ એચ સહાની ના અધ્યક્ષ સ્થાને મળી એજન્ડા કાર્યસૂચિ પ્રમાણે શરૂઆત કરતા ગત તારીખ 25 9 2022 ની વાર્ષિક સાધારણ સભાનું પ્રોસિડિંગ વંચાણે લેતા સર્વાનુંમતે બહાલી આપવામાં આવી.
ત્યારબાદ 2023-24 ના હિસાબો વંચાણે લેતા તમામ સભાસદો દ્વારા હિસાબો પ્રત્યે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો મંડળી એ સને 2023-24 ના વર્ષ દરમિયાન રૂપિયા 3 કરોડ 35 લાખ થી પણ વધુ નફો કરેલ હોય તમામ સભાસદો એ સંતોષ વ્યક્ત કરી બહાલી આપવામાં આવી.
ત્યારબાદ મંડળીના સને 2023 થી 28 ના વર્ષ 5 વર્ષ માટે મંડળીના પેટા નિયમ મુજબ ચેરમેન તરીકે શાંતિલાલ સહાનીની સર્વાનુમતે પુન: નિયુક્તિ કરવામાં આવી.
એજન્ડા કાર્યસૂચિ મુજબ ધિરાણ મર્યાદા સભાસદોના હિતમાં 12 લાખથી વધારી 14 લાખ કરવામાં આવી જેને સૌ સભાસદો એ વધાવી લીધી.
સને 2023 થી 28 ના 5 વર્ષ માટે ચૂંટાયેલ નવીન વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું પરિણામ ચૂંટણી અધિકારી જયદીપસિંહ ઝાલા દ્વારા જાહેર કરવામાં આવ્યું.
1. સંતરામપુર પૂર્વમાંથી તારસિંગ તડવી, 2.સંતરામપુર પશ્ચિમ કમલેશભાઈ પટેલ, 3.ફતેપુરા પર્વતભાઈ ડામોર, 4.વાંગડ રાજેશકુમાર પારગી, 5.બટકવાડા ચંપાભાઇ ડામોર, 6.પ્રતાપગઢ ખાતરાભાઈ પારગી, 7.બલૈયા મહેન્દ્રસિંહ લવાણા, 8.સુખસર જશવંતભાઈ પટેલ, 9.કાળીયા સુરેશભાઈ મછાર, 10.ગોઠીબ નીતિનભાઈ પટેલ, 11.કડાણા જયદીપસિંહ ચૌહાણ, 12.મોટીસરસણ જીગ્નેશકુમાર પટેલ, 13.ચુંથાનામુવાડા દિનેશકુમાર પટેલ, 14. આમલીયાત જયદીપસિંહ પરમાર, 15.માલવણ પ્રમોદભાઈ પટેલ, 16. કાજળી હરીશભાઈ પટેલ, 17. મુનપુર વિપુલકુમાર પટેલ, 18.ડીટવાસ રમણભાઈ પટેલિયા, 19.ડોળી ભરતભાઈ ડામોર, 20.મોટીરેલ પશ્ચિમ યોગેન્દ્ર કુમાર નીનામા ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા.
સંતરામપુર તાલુકા માંથી મનસુખભાઈ ભાભોર પ્રતાપભાઈ સંગાડા હરીશભાઈ પટેલ ફતેપુરા તાલુકા માંથી રમણભાઈ પટેલ સુરેશભાઈ પંચાલ કડાણા તાલુકા માંથી શંકરભાઈ પટેલ માલાભાઈ ડામોર વિગેરે એ ચર્ચામાં ભાગ લઈ સોસાયટીની કાર્યપ્રણાલી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો. સમગ્ર સભાનું સંચાલન મનસુખભાઈ ભાભોર દ્વારા કરવામાં આવ્યું.