
દાહોદ, ઘી સહયોગ કોઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની 36 મી સાધારણ સભા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સભાખંડમાં સોસાયટીના ચેરમેન ગોપાલભાઈ ધાનકાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં એજન્ડાના કામો સોસાયટીના મેનેજર દિવ્યાંગ ભટ્ટે સંચાલન કરી મુક્યા હતા જેમાં ગતવાર્ષિક સાધારણ સભાની પ્રોસિડિંગ વંચાણે લીધી હતી. ત્યારબાદ સોસાયટીના સને 2024 થી 2029ની પાંચ વર્ષની મુદત માટે ચૂંટાયેલા વ્યવસ્થાપક સમિતિના સભ્યોની નોંધ લેવામાં આવી હતી. સોસાયટીના વાર્ષિક હિસાબો વિકાસભાઈ ભૂતાએ દરખાસ્ત મૂકી હતી. તેને પરાગભાઈ પટેલે ટેકો આપ્યો હતો. નફાની વહેચણીની દરખાસ્ત નિધિષભાઈ ગાંધીએ મુકી હતી. તેને ટેકો હરિઓમભાઈ શર્મા આપ્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ગોપાલભાઈ ધાનકાએ સોસાયટીની પ્રગતિ આપ સોના સહકારથી થઈ રહી છે અને સોસાયટીએ સભાસદોને સહયોગ ફેસ્ટિવલ ધિરાણ તેમજ સહયોગ સમૃદ્ધિ ધિરાણ આપવામાં આવે છે. આ ઉપરાંત સોસાયટી દ્વારા સામાજીક અને રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે દિનેશભાઈ શાહ, રાજેન્દ્રકુમાર પટેલ, સાબીરભાઈ શેખ, રમેશભાઈ જેઠવાણી, ચંદ્રકાંતાબેન ધાનકા, પ્રતાપભાઈ પટેલ, સિકંદરભાઈ સામદ, નીલાબેન પલાસ, કમલેશભાઈ ખંડેલવાલ, નંદલાલ યાદવ વગેરે ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આભારવિધિ ઈશ્ર્વરભાઈ પરમારએ કરી હતી. સાધારણ સભામાં સભાસદો ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.