ધી પંચમહાલ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, ગોધરાના ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાઈ આવ્યા

ગોધરા,ચેરમેન અને વાઇસ ચેરમેનને ગુજરાત વિધાનસભાનાં ઉપાધ્યક્ષ અને શહેરાનાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી, કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, હાલોલ ધારાસભ્ય જયદ્રથસિહ પરમારે શુભેચ્છાઓ પાઠવી.

ધી પંચમહાલ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ,ગોધરાના ચેરમેન અને વાઇસ ચેરમેન નાં હોદ્દાઓ માટેની ચૂંટણી આજરોજ શહેરના રાણા સોસાયટી ખાતે આવેલી સંઘની ઓફિસે ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવતની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં જીલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીના જી.બી. ગરાસિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. જે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ધવલ દેસાઈ સંઘના ચેરમેન તરીકે ચંદ્રસિંહ ડી. રાઉલજી અને વાઈસ ચેરમેન તરીકે પરમાનંદ બી.સોનીનાં નામના મેન્ડેટ જાહેર કર્યા હતા. જેમાં ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલા ફોર્મમાં ઉપર મુજબના બે જ ઉમેદવારોએ ફોર્મ ભરતા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે ધી પંચમહાલ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે ચંદ્રસિંહ ડી. રાઉલજી અને વાઈસ ચેરમેન તરીકે પરમાનંદ સોનીની બિન હરીફ વરણી થતાં ઉપસ્થિત સૌ કોઈ તેઓને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે આ વરણીનાં પ્રસંગે ચેરમેન ચંદ્રસિંહ રાઉલજી એ પોતાની ઇન્ચાર્જ ચેરમેન તરીકે કરેલી સંઘની કામગીરીનો પ્રગતિ અહેવાલ અને આગામી સમયમાં સંઘ હજી પણ તેઓના કાર્યકાળ દરમિયાન ઉતરોઉતર પ્રગતિ કરશે તેમ જણાવ્યું હતું. ચેરમેન અને વાઇસ ચેરમેનને ગુજરાત વિધાનસભાનાં ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજી, કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, હાલોલ ધારાસભ્ય જયદ્રથસિહ પરમારે શુભેચ્છાઓ પાઠવી.