મુંબઇ, ‘ધ કેરલા સ્ટોરી’ તે ઓછા બજેટની ફિલ્મોમાંથી એક છે, જેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મે બોલિવૂડની અનેક મોટા બજેટની ફિલ્મોને જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં અક્ષય કુમારથી લઈને સલમાન ખાન સુધીની ફિલ્મોના નામ સામેલ છે. અદા શર્માએ ક્યારેય વિચાર્યું ન હતું કે તે જે ફિલ્મ કરી રહી છે તે આટલી હિટ થશે.
‘ધ કેરલા સ્ટોરી’ તેના ૧૮ દિવસના કલેક્શન સાથે મેર્ક્સ અને સ્ટાર કાસ્ટ માટે સારા સમાચાર લઈને આવી છે. જેની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે અને ‘ધ કેરળ સ્ટોરી’ સાથે સંકળાયેલા લોકોની ખુશીનો કોઈ પાર નથી. ફિલ્મની રિલીઝનો આજે ૧૯મો દિવસ છે. આ સાથે જ ફિલ્મના ૧૮ દિવસના બિઝનેસના આંકડા પણ સામે આવ્યા છે. ૧૮ દિવસની શાનદાર સફર બાદ આ ફિલ્મ હવે ૨૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
નવા સપ્તાહના પહેલા દિવસે પણ ફિલ્મે સારો બિઝનેસ કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર, ‘ધ કેરળ સ્ટોરી’એ ૧૮માં દિવસે ૫.૫૦ કરોડની કમાણી કરી છે. જેની સાથે ‘ધ કેરળ સ્ટોરી’એ પણ ૨૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે અને એક ઊંચા જમ્પ સાથે ફિલ્મનું કુલ કલેક્શન હવે ૨૦૪.૪૭ કરોડ સુધી પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની પઠાણ પછી આ વર્ષની આ બીજી ફિલ્મ છે જેણે ૨૦૦ કરોડનો આંકડો પાર કર્યો છે.
આગલા દિવસે જ ‘ધ કેરલા સ્ટોરી’ ૨૦૦ કરોડના આંકડાથી માત્ર એક ડગલું દૂર હતી. ૨૦૦ કરોડ પછી હવે સૌની નજર ૨૫૦ કરોડના લક્ષ્ય પર ટકેલી છે. જો ‘ધ કેરળ સ્ટોરી’ આખા અઠવાડિયા દરમિયાન ધીમી ગતિએ પણ સતત કમાણી કરતી રહેશે તો સપ્તાહના અંત સુધીમાં તે ૨૫૦ કરોડ સુધી પહોંચી જશે. જો કે તે અઠવાડિયાની શરૂઆત જ છે, એવું માનવામાં આવે છે કે હવે ‘ધ કેરલા સ્ટોરી’ની કમાણી દિવસેને દિવસે ઘટી રહી છે. આ સાથે જ ફિલ્મની રિલીઝના દિવસો પણ પૂરતા થઈ ગયા છે.