થોડાક સમય પહેલા આવેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ ને લઈને સતત ચર્ચામાં રહેલી એક્ટ્રસ અદા શર્માની તબિયત અચાનક બગડી હતી. જે પછી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. અદા શર્માએ હાલમાં તેની આવનારી વેબ સીરીઝ કમાંડોને લઈને પ્રમોશનમા વ્યસ્ત છે. અને તે દરમ્યાન તેની તબીયત બગડી હતી. આજ અદા શર્માને કમાન્ડોના પ્રમોશન કરવા માટે ઈન્ટવ્યુઝ કરવાના હતા,પરંતુ ફુડ એલર્જી, ઉલ્ટી અને ડાયેરિયાના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમા દાખલ કરવામાં આવી હતી.
અદા શર્માની ટીમ તરફથી આ બાબતે અધિકૃત જાણકારી આપતાં કહ્યુ હતું કે, એક્ટ્રસની તબીયત ખરાબ થવાના કારણે તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. અદા શર્મા સાથે જોડાયેલા એક વ્યક્તિએ કહ્યુ હતું કે, ઘણી ટેન્શનમાં હોવાના કારણે તેને ડાયેરીયા થઈ ગયા હતા. જેના કારણે તેની તબીયત લથડી ગઈ હતી.
હાલમા તે ડોક્ટર્સની દેખરેખમાં રાખવામાં આવી છે. તો ત્યાં એ પણ કહેવામાં આવ્યું છે કે અદાને ફુડ એલર્જીના કારણે તેને ઉલ્ટી પણ થઈ હતી. તમને જણાવી દઈએ કે અદા જલ્દીથી ડિઝ્ની પ્લસ હોટસ્ટારની વેબ સીરીઝ કમાન્ડોમાં જોવા મળશે. જેમાં તેનું નામ ભાવના રેડ્ડી છે,આશા છે કે તે ફરીવાર એક્શન સાથે કોમેડી કરતી જોવા મળશે.