ધ કેરલ સ્ટોરી ના રિલીઝ સામે સ્ટે આપવાનો સુપ્રીમનો ઇન્કાર

નવી દિલ્હી,વિવાદમાં ફસાયેલી ફિલ્મ ધ કેરલ સ્ટોરી પર પ્રતિબંધ મુકવા કરાયેલી માંગણી પર સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટમાં જવા અરજદારને જણાવ્યું હતું. કેરલ સ્ટોરી એ હેટ સ્પીચને પ્રમોટ કરે છે તેમજ બે સમુદાયો વચ્ચે નફરતની સ્થિતિ સર્જાઈ તેવી શકયતા છે જેથી આ ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધની માંગણી સર્વોચ્ચ અદાલત સમક્ષ કરવામાં આવી હતી.

જો કે સુપ્રીમ કોર્ટે આ અંગે સંબંધીત હાઈકોર્ટ સમક્ષ જણાવ્યું હતું. આ ફિલ્મના ટ્રેલર રીલીઝ થયા છે અને ૧.૬૦ કરોડથી વધુ લોકોએ તે જોયા છે. ધ કેરલ સ્ટોરી એ હિન્દી મુવી છે જે કેરલમાંથી મહિલાઓને ઈસ્લામીક સ્ટેટ ઈરાક અને સીરીયામાં ધકેલવામાં આવતી હોવાની કહાની છે અને કેરલમાં પણ તેનો વિરોધ થયો છે.

ફિલ્મ તા.૫ મે ના રોજ રીલીઝ થવાની છે પરંતુ સુપ્રીમ કોર્ટે તેમાં તાત્કાલીક રાહત આપવાનો ઇન્કાર કરતા કહ્યું કે તમારે સંબંધીત હાઈકોર્ટ એટલે કે કેરલ હાઈકોર્ટ સમક્ષ જવુ જોઈએ.