ડાકોર, ઠાસરા નગરપાલિકા વોર્ડ નં.-2માં એક સભ્યનુ મરણ થતાં ખાલી પડેલી જગ્યા માટે ચુંટણીનુ આયોજન થઈ રહ્યુ છે. જેમાં વોર્ડ નં.-2માં ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતીે. જેમાં બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ મેન્ડેટ આપીને ઉમેદવારી નોંધાવી હતી.
ઠાસરા નગરપાલિકામાં 24 સભ્યો છે જેમાંથી 9 સભ્યો ભાજપના છે. અને અન્ય 14 સભ્યો અપક્ષથી ચુંટાયેલા છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા પોતાના સભ્યોને ઉભા રાખીને અત્યારે આ ખાલી પડેલ જગ્યાની ચુંટણી લડવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે બંને પક્ષો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. આવનારી વોર્ડ નં.-2ની પેટા ચુંટણીમાં ભાજપ તરફથી પ્રજ્ઞેશ કુમાર ગોહિલ અને કોંગ્રેસ તરફથી મોહંમદ ફઝલ ઈસ્માઈલ મિયાં મલેક ચુંટણી લડવાના છે ત્યારે પ્રથમવાર કોંગ્રેસના નિશાન પર મેન્ડેટ મેળવીને ચુંટણી લડવા જઈ રહ્યા છે. ચુંટણીને લઈ બંને પક્ષો સામસામે પોતા પોતાનુ જોર લગાવી રહ્યા છે. અને વિજેતા થવા માટે લોકોને મળી રહ્યા છે. ગત ઈલેકશનમાં જીતેલ જાઈદમીયાં મલેકના સ્વર્ગસ્થ બાદ અત્યારે આ પેટા ચુંટણીનુ આયોજન થઈ રહ્યુ છે. ત્યારે તા.6 ઓગસ્ટના રોજ થનારી ચુંટણીમાં બંને પક્ષ દ્વારા પોતાની કામગીરી બતાવવા માટે ફોર્મ ભરવામાં આવ્યુ છે. ચુંટણીની મતગણતરી તા.8 ઓગસ્ટના રોજ કરવામાં આવશે.