થરાદમાં જૂની અદાવતમાં પથ્થરમારો, ૪૯ લોકો સામે નોંધાઈ ફરિયાદ

પાલનપુર,

બનાસકાંઠાના થરાદમાં જૂની અદાવતમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે સામાન્ય બોલાચાલી બાદ બે જુથ આમને સામને આવી ગયા હતા. લાકડી ધોકા અને પાઇપ વડે હુમલા થયાના પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા છે. હાલ થરાદ પોલીસે ૪૯ લોકો સામે ફરિયાદ નોંધી છે.

આ પહેલી વાર નથી કે બનાસકાંઠા જિલ્લામાં જુથ અથડામણની ઘટના સામે આવી હોય. આ પહેલા કાંકરેજના ઉંબરી અને અરણુંવાડા ગામના બે સમાજના લોકો વચ્ચે લોહીયાળ જૂથ અથડામણનો મામલો સામે આવ્યો હતો. આ જૂથ અથડામણમાં ત્રણ લોકોના મોત થયા હતા.

બીજી તરફ ઘટનાની જાણ થતા જ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાંકરેજનું ઉંબરી અને અરણુંવાડા ગામ પોલીસ છાવણીમાં ફેરવવાની ફરજ પડી હતી. ગામમાં ફરી કોઇ અઘટીત ઘટના ન બને તે માટે બંને ગામમાં ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે થોડા દિવસો બાદ જિલ્લામાં ફરી આ પ્રકારની ઘટના સામે આવી છે.