બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં તોફાની તત્વોએ એક મીડિયા સંસ્થાની ઓફિસમાં ઘૂસીને તોડફોડ કરી અને એક મહિલા પત્રકાર પર પણ હુમલો કર્યો.મીડિયા અહેવાલો અનુસાર, હોકી સ્ટિક અને દંડાથી સજ્જ ઓછામાં ઓછા ૭૦ લોકો બસુંધરા રહેણાંક વિસ્તારમાં ઈસ્ટ વેસ્ટ મીડિયા ગ્રુપની ઓફિસમાં ઘૂસ્યા હતા. આ પછી, તેઓએ ઓફિસમાં ભારે તોડફોડ કરી અને વિરોધ કરવા પર એક મહિલા પત્રકાર સાથે પણ મારપીટ કરી, જેના કારણે મહિલાને સામાન્ય ઈજા થઈ.
ઈસ્ટ વેસ્ટ મીડિયા ગ્રુપના પ્રકાશન ડેઈલી સનના સંપાદક ઈનામુલ હક ચૌધરીએ જણાવ્યું હતું કે હુમલો લગભગ ૨૦ મિનિટ સુધી ચાલુ રહ્યો હતો, જે દરમિયાન હુમલાખોરોએ પાર્ક કરેલા ૧૧ જેટલા વાહનોમાં તોડફોડ કરી હતી.
હુમલા બાદ નજીકની બે ખાનગી યુનિવસટીના વિદ્યાર્થીઓ પણ પાછળથી આગળ આવ્યા અને હુમલાની નિંદા કરી. તેમજ વિદ્યાર્થીઓએ કહ્યું કે અમે આ હુમલામાં સામેલ નથી. વિદ્યાર્થીઓએ કહ્યું કે આ હુમલો રાજકીય કારણોસર નહીં પરંતુ કોઈ દુશ્મનાવટને કારણે કરવામાં આવ્યો છે.બીએનપીએ નિવેદનમાં જણાવ્યું હતું કે બસુંધરા રહેણાંક વિસ્તારમાં તેની ઇમારતમાં પ્રવેશ્યા પછી બદમાશોના એક જૂથે પૂર્વ-પશ્ર્ચિમ મીડિયા જૂથ પર હોકી સ્ટીકથી હુમલો કર્યો, જેના કારણે કમ્પ્યુટર અને એસી સહિત સાધનો અને મશીનોને નુક્સાન થયું. જણાવ્યું હતું કે આ ઘૃણાસ્પદ હુમલો એક હેતુ અને ષડયંત્ર સાથે કરવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશમાં આરક્ષણ પ્રથા વિરુદ્ધ આંદોલન દરમિયાન ત્રણ લોકોના મોતના સંબંધમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના, તેમની સરકારના ભૂતપૂર્વ પ્રધાનો અને અન્યો વિરુદ્ધ ત્રણ નવા કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ સત્તા છોડ્યા બાદ શેખ હસીના સામે હત્યાના કુલ ૧૫ કેસ નોંધાયા છે.