થલતેજ સોમવિલામાંથી જુગારધામ ઝડપાયું ,૧ કરોડ ૫૧ લાખથી વધુના મુદ્દામાલ કબજે

ગુજરાતમાં હવે શ્રાવણ માસનો પ્રારંભ રહશે ત્યારે અનેક લોકો શ્રાવણ માસમાં જુગાર રમતા હોય છે. ત્યારે વધુ પડતો જુગાર પણ કોઈ ઘટનાનું કારણ બની શકે છે. ગુજરાતમાં જુગાર રમો તે પણ પ્રતિબંધિત છે. ત્યારે અમદાવાદમાંથી સીઆઇડી ક્રાઈમની ટીમ દ્રારા જુગારધામ ઝડપાયું છે.આપને જણાવી દઈએ કે,થલતેજ સોમવિલામાંથી જુગારધામ ઝડપાયું છે.આપને જણાવી દઈએ સીઆઇડી ક્રાઈમની ટીમે દરોડાપાડી ૧ કરોડ ૫૧ લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કરાયો છે.તેમજ ૧ કરોડ ૫૧ લાખથી વધુના મુદ્દામાલ કબજે કર્યો છે.આ જુગારધામમાંથી પ્રવીણ જૈનની ધરપકડ કરવામાં આવી છે. જેમાં લોકો ૮ ફરાર થઇ ગયા છે તેમજ અલગ અલગ એપ્લિકેશનમાં કુલ ૨૧ કરોડથી વધુ બેલેન્સ મળી આવ્યું છે.

પોલીસને આ અંગે માહિતી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પ્રવીણ જૈન નામના શખ્સની ધરપકડ કરાઈ છે. ત્યારે સીઆઇડી એ તપાસ શરૂ કરી છે.ત્યારે અમદાવાદમાં જુગારધામ પર પોલીસના દરોડા સીઆઇડી ક્રાઈમની ટીમના દરોડા પડ્યા છે.માહિતી અનુસાર ઓનલાઇન જુગારધામ રમાડવામાં આવતો હતો,સીઆઇડી ક્રાઈમની ટીમે થલતેજમાં દરોડા પાડ્યા છે ત્યારે થલતેજ સોમવિલામાંથી એક કરોડથી વધુનો મુદ્દામાલ સાથે પ્રવીણ જૈન નામના શખ્સની ધરપકડ કરાઇ છે. ત્યારે પોલીસ દ્રારા વધુ તપાસ ચાલી રહી છે.