ઢાકાના બંગાબજાર ક્લોથ માર્કેટમાં લાગી આગ, ૬ હજારથી વધુ દુકાનોને અસર

ઢાકા,બાંગ્લાદેશની રાજધાની ઢાકાની સૌથી મોટા જથ્થાબંધ બજાર બંગાબજારમાં મંગળવારના રોજ ભીષણ આગ લાગી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ છ થી વધુ ઇમારતો અને આસપાસના રહેણાંક વિસ્તાર ફેલાઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ૬ હજારથી વધુ દુકાનો આગના લપેટામાં આવી ચૂકી છે.

ઢાકાના સૌથી મોટા માર્કેટમાં લાગી આગ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મંગળવારના રોજ છ કાપડ બજારોમાં એક વિશાળ આગ ફાટી નીકળી હતી, સ્થાનિક મીડિયાએ પ્રત્યક્ષદર્શીઓ અને ફાયર અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો હતો.

ફાયર સર્વિસ ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ૪૭ ફાયર યુનિટ આગને કાબૂમાં લેવા માટે કામ કરી રહ્યા છે. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આર્મી અને એરફોર્સના હેલિકોપ્ટર કરી રહ્યા છે પાણીનો વરસાદ ઉલ્લેખનીય છે કે, આગ પર કાબૂ મેળવવા માટે લગભગ ૫૦ ફાયર ટેન્ડર્સ તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે આર્મી અને એરફોર્સના હેલિકોપ્ટર અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીનો છંટકાવ કરી રહ્યા છે. ફાયર સવસ અને સિવિલ ડિફેન્સ કંટ્રોલ રૂમના ડ્યુટી ઓફિસર રફી અલ ફારુકે જણાવ્યું હતું કે, આગ સવારે લગભગ ૬.૧૦ કલાકે શરૂ થઈ હતી. કોઈ જાનહાનિના અહેવાલ નહીં ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સ કંટ્રોલ રૂમના ફરજ અધિકારીએ જણાવ્યું હતું કે, આગ લાગવાનું સંભવિત કારણ જાણી શકાયું નથી, પરંતુ હજૂ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ વિસ્તારમાં કાળો ધુમાડો ફેલાઈ ગયો છે, જેના કારણે આગ બુઝાવવાની કામગીરીમાં અડચણ ઉભી થઇ રહી છે.