મહીસાગરના બાલાસિનોરના 3 યુવકો થાઇલેન્ડ ગયા બાદ ફસાયા હોવાની અને નક્સલવાદની કામગીરી કરાવાતી હોવાનું ખૂલ્યું હતું. આ મામલે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવે વિદેશ મંત્રી એસ.જયશંકરને પત્ર લખી સહાય કરવા માગ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર પત્રમાં જણાવ્યું હતું કે, બાલાસિનોરના 3 યુવાનો રોજગારી અર્થે થાઈલેન્ડ ગયા હતા. જ્યાં પ્રારંભિક સંદેશા વ્યવહારમાં તેમના આગમનની પુષ્ટિ થઈ છે. થાઈ નંબર પરથી તેમના પરિવાર પર વોટ્સ એપ કોલ આવ્યો હતો. થાઇલેન્ડમાં રોજગાર અર્થે ગયેલા ઘણા ભારતીય નાગરિકો આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરતા હોવાનું જણાઈ રહ્યું છે. તમે અને ભારત સરકાર દ્વારા મદદ કરીને ત્રણેય યુવકોને હેમખેમ પરત લાવવામાં આવે તેવી માગ પત્રમાં ભારત સરકાર ને કરાઈ છે.