ઝાલોદ, વડોદરાના એક યુવકે મહિન્દ્રાના શો-રૂમમાં એજન્ટ તરીકેની નોકરી કરતો હોવાની ઓળખ અપી ઝાલોદના યુવકને થાર ગાડી બુક કરાવી પ્રોસેસ જલ્દી કરાવી આપવાની લાલચ આપી 91 હજાર ખાતામાં ટ્રાન્સ્ફર કરાવી છેતરપિંડી કરી હતી.
ઝાલોદની વૃંદાવન સોસાયટીમાં રહેતા કમલેશ નિનામાને તા.8 જુનના રોજ મહુડી ગામે વડોદરાના હિરલ હિતેન્દ્રભાઈ પંચાલ સાથે મુલાકાત થઈ હતી. હિરલકુમારને મહિન્દ્રા કંપનીના શો-રૂમમાં નોકરીમાંથી કાઢી મુકેલ છતાં પોતે એજન્ટ તરીકે નોકરી કરે છે તેમ કહી બનાવટી ખોટી ઓળખ આપી કમલેશભાઈને વિશ્વાસ માં લઈ મહિન્દ્રા થાર બુક, આરટીઓ પ્રોેસેસ તથા ગાડીની જલ્દી ડીલીવરી કરી આપવાની લાલચ આપી હતી. બાદ અલગ અલગ રકમ મળી રૂ.91,000 તેના મોબાઈલ ઉપર ટ્રાન્સ્ફર કરાવ્યા હતા. ત્યારબાદ હિરલકુમારને વારંવાર કહેવા છતાં ગાડી ન અપાવતા રૂપિયાની માંગણી પરત કરતા રૂપિયા પરત ન આપી કમલેશભાઈ સાથે ઠગાઈ કરી હતી. જેથી આ સંદર્ભે કમલેશ નિનામાએ હિરલ પંચાયત સામે ઝાલોદ પોલીસમાં વિશ્ર્વાસધાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.