TET-TAT પાસ કરેલ ઉમેદવારો કાયમી શિક્ષક ભરતીનું જાહેરનામું બહાર પાડવા પંંચમહાલ કલેકટરને આવેદન

પંચમહાલ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ને TET-TAT પાસ કરેલ ઉમેદવારો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં ગુજરાત સરકાર દ્વારા 24700 કાયમી શિક્ષકોની ભરતીનું જાહેરનામું વહેલી તકે બહાર પડવામાં આવે તેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક તમામનો સમાવેશ થાય સાથે કોમ્પ્યુટર, વ્યાયામ, સંગીત જેવા વિષયના શિક્ષકો માટે પણ ભરતીની સંખ્યા વધારી તેમની પણ અલગ ભરતી કરવામાં આવે દરેક માધ્યમ અને વિષયનું એક સાથે જાહેરનામું બહાર પાડવામાં આવે અને તમામ ની ભરતી ક્રમક કરવામાં આવે પાછલા સમયમાં જ્ઞાન સહાયકના શિક્ષકોની ભરતી 15 દિવસમાં કરી DV સહિત શાળામાં હાજર કરી દીધા હતા. ત્યારે કાયમી ભરતીમાં સરકાર ધ્વારા આટલો વિલંબ શા માટે ? સરકારે TET-TAT પાસ કરેલ ઉમેદવારોની વય મર્યાદાને પણ ધ્યાનમાં રાખી વહેલી તકે ભરતી પ્રક્રિયા હાથ ધરવી જોઈએ.

આમ,TET-TAT પાસ ઉમેદવારોને આમ આદમી પાર્ટીના જીલ્લા યુવા પ્રમુખ આશિષ કામદાર, સામાજીક કાર્યકર કૃણાલ પટેલ દ્વારા ગુજરાતના ભાવિ શિક્ષકો અને બાળકોના સારા ભવિષ્ય માટે સાથ સહકાર આપ્યો હતો અને આવેદન પત્ર આપ્યા છતાં પણ જો સરકાર દ્વારા વેહલી તકે ભરતી પ્રક્રિયાને અંગે કાયદેસર જાહેરનામું બહાર પાડવામાં નહિ આવે ઝડપી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં નહિ આવે તો આવનાર દિવસોમાં ફરિથી ગાંધીનગર જઈને અમારા હકક અધિકાર માટે સરકારનો ઘેરાવો કરીશું.