- ૨૦૫ કિ.મી. લાંબી રેલ લાઈનનો ખર્ચો રૂ.૬૭૮ અંદાજાયો હતો.
- ૧૨ વર્ષ પછી પણ મંથરગતિએ ચાલતું કામ તો કયાંક બંધ.
- એકાએક ટેન્ડર રદ કરવાની પ્રક્રિયાથી પુન: કામગીરી ઠપ્પ બની.
- ટેન્ડર પુન: મંગાવીને અને કામ શરૂ કરવામાં બજેટ અને સમય વધે તેવી શકયતાઓ.
- અધિકારીઓના મનસ્વી નિર્ણયથી પ્રજામાં અનકે ગણગણાટ.
દાહોદ,
૧૨ વર્ષ પૂર્વે કેન્દ્ર સરકારે ૨૦૫ કિ.મી. મંજૂર કરાયેલી દાહોદ-ઈન્દોર પરી યોજના પૈકી અત્યાર સુધી માત્ર ૩૬ કિમી પાટા નંખાયા છે. નેતાઓ અને અધિકારીઓની ઉદાસીનતાને લઈને એકાએક કામ બંધ થઈને મહત્વકાંક્ષી યોજના ખોરંભે પડીને પ્રજાને રેલ વ્યવહારની વર્ષો બાદ પણ સુવિધા પ્રાપ્ત ન થતા નારાજગી છવાઈ છે. જોકે આ પાછળ ટેન્ડરો રદ કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતનું દાહોદ અને મધ્યપ્રદેશનું ઈન્દોર સરહદી રાજ્યમાં ઔદ્યોગિક અને વેપારી મથક હોવાથી બંને રાજ્યના અનેક વિસ્તારોમાંથી લોકોના રોજીંદા વ્યવહાર સંકળાયલો છે. રેલ માર્ગ હોવા છતાં અંતરની દ્દષ્ટિએ લાંબો હોવાથી સમય અને ખર્ચનો વધારાનું નુકશાન વેઠવું પડી રહ્યું છે. જ્યારે માર્ગ સુવિધા પણ એટલું જ ખર્ચાળ પડતા આર્થિક રીતે ખોટરૂપ ગણાય છે. ત્યારે વર્ષો પૂર્વે આ બે રેલ મથકોને જોડતી બ્રોડગેજ રેલ પ્રોજેકટની મળતી માહિતી પ્રમાણે તત્કાલીન રેલમંત્રી એ સિધ્ધાંત મંજૂરી અપાઈ હતી પરંતુ બજેટ કે કોઈને કોઈ કારણોસર આ પરી યોજનાનું ટેન્ડર પ્રક્રિયા કે જમીન ચકાસણી જેવી બાબતોને લઈને ઢીલાસ વર્તાઈ હતી. અનેકોવખત નેતાઓ દ્વારા કે રાજ્ય સરકારના મહત્વના કેન્દ્ર સરકાર સમક્ષ પડતર પ્રશ્ર્ન તરીકે ગણીને અગત્યરૂપ આ પરી યોજનાનો અંદાજ કાઢતા રૂ.૬૭૮ કરોડ રૂપીયાનો ખર્ચ કાઢતા ફેબ્રુઆરી વર્ષ ૨૦૦૮માં આ પરી યોજનાનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. અંદાજીત ત્રણ-ચાર વર્ષમાં આ રેલ લાઈનની કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સરકારે નકકી કર્યો હતો. આશરે ૨૦૫ કિ.મી. લાંબી દાહોદ-ઈન્દોરની કામગીરી શરૂ કરવામાં આવતાં પ્રજાને રેલ સુવિધા ઝડપથી મળવાનો આશાવાદ સેવી રહ્યા હતા. પરંતુ રેલ તંત્રની મંથરગતિ ગણો કે વખતોવખત ઉદ્દભવેલ પ્રશ્ર્નોને લઈને કામગીરી ધોંચમાં પડી ગઈ છે. આ મહત્વની રેલ પરી યોજનાના કેટલાક ટેન્ડરો રદ કરવાની તૈયારીઓ અને કેટલાક રદ કરી દેતા પ્રોજેકટ ખોરંભે પડયો છે. ત્યારે યોજના કયારે પૂર્ણ થશે તે જોવાનું રહ્યું.
૩ કિ.મી. ટનલનું કામ બંધ…..
લાંબા સમયથી અટકેલા પ્રોજેકટનું કામ સમાંતરે કોઈને કોઈ કારણોસર શરૂ કરી શકયું નથી. તેનાથી વિપરીત ટેન્ડર રદ કરવાનું શરૂ કર્યું છે. લાઈન નાખતા પૂર્વે પૃથ્વી બાંધકામ અને નવા પુલ બનાવવાની દરખાસ્ત છે. તે હવે અટવાયા છે. ટેન્ડર રદ કરવાથી ગુણાવાડ વચ્ચે ૩ કિમી લાંબી ટનલનું કામ બંધ કરી દેવાયુ છે. અધિકારીઓ રેલ્વેના ફાયદા કે નુકશાનનું મૂલ્યાંકન કર્યા વિના મનસ્વી નિર્ણયો લે છે. જેમાં ૨૦૦ કરોડનો સમાવેશ થાય છે.
ટેન્ડરો બોલાવવા અને મંંજૂરી આપવામાં સયમ લાગશે….
ટેન્ડર રદ કરવાની પ્રક્રિયા ખોટી છે. કોન્ટ્રાકટર કંપનીની સંમતિથી કામ રોકી શકાય છે. તાજા ટેન્ડરને બોલાવવા અને મંજૂરી આપવામાં લાંબો સમય લાગશે. રેલ્વે એ કોઈપણ સંજોગોમાં તેહીથી સાગૌર સુધીની કામગીરી પૂર્ણ કરવી જોઈએ. તેમ રેલ તંત્રના અધિકારી નાગેશ નમજોશી કહે છે.
રિપોર્ટર : વિનોદ પંચાલ