તેલુગુના ફેમસ કોરિયોગ્રાફર ચૈતન્ય માસ્ટરે આત્મહત્યા કરી

નવીદિલ્હી,તેલુગુ કોરિયોગ્રાફર ચૈતન્યએ રવિવારે ૩૦ એપ્રિલના રોજ કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચૈતન્ય પોતાનું દેવુ નહોતો ચૂકવી શક્તો અને તેનાથી પરેશાન થઈને તેમણે આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં ફાંસી લગાવી લીધી હતી. સ્વર્ગસ્થ કોરિયોગ્રાફર ચૈતન્ય લોકપ્રિય તેલુગુ ડાન્સ શો ધીમાં નજર આવ્યો હતો.

આત્મહત્યા પહેલા ચૈતન્યએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પર શેર કર્યો હતો. વીડિયોમાં તેમણે ખુલાસો પણ કર્યો હતો કે, તે પોતાનું દેવુ નથી ચૂકવી શક્તો. તેમણે કહ્યું કે, દબાણને વધુ સહન નથી કરી શક્તો.

ચૈતન્યએ વીડિયોમાં કહ્યું કે, મારી માતા, પિતા અને બહેને મારી ખૂબ કાળજી લીધી અને મને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો ન કરવા દીધો. હું મારા બધા મિત્રોની દિલથી માફી માંગુ છું. મેં ઘણા લોકોને નારાજ કર્યા છે અને હું બધાની માફી માંગુ છું. પૈસાની બાબતમાં મેં મારી ભલાઈ ગુમાવી દીધી. વ્યક્તિ માત્ર પૈસા લેવા માટે જ સક્ષમ ન હોવો જોઈએ પણ તેને ચૂકવવાની ક્ષમતા પણ હોવી જોઈએ. પરંતુ હું તે ન કરી શક્યો. હાલમાં હું નેલ્લોરમાં છું અને આ મારો છેલ્લો દિવસ છે. હું મારી દેવાની સમસ્યાઓ સહન નથી કરી શક્તો.

બીજી તરફ ચૈતન્યના મૃત્યુના સમાચાર આવતાની સાથે જ ઘણા ચાહકોને આઘાત લાગ્યો હતો. કોરિયોગ્રાફરને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા ચાહકો ટ્વિટર પર પોસ્ટ કરી રહ્યા છે.