
- નરેન્દ્ર મોદીને પૂર્ણ બહુમતીથી એક વાર ફરીથી દેશ પ્રધાનમંત્રી બનાવશે.
હૈદરાબાદ,\કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શિક્ષા અને રોજગારમાં તેલંગાણામાં મુસ્લિમોને આપવામાં આવેલી અનામત અને ડબલ બેડરૂમના ઘર જેવી કલ્યાણકારી યોજનાઓને ગેરબંધારણીય ગણાવી હતી. શાહે ચેતવણી આપતા કહ્યું હતું કે તેલંગાણામાં અમારી સરકાર બનશે તો અમે મુસ્લિમ રિઝર્વેશનને ખતમ કરી દઇશું. આ રિઝર્વેશન તેલંગાણાના એસસી,એસટી ઓબીસીનું છે.આ અનામત તેમને મળશે.
શાહે રંગારેડ્ડી જિલ્લાના ચેવેલ્લામાં વિજય સંકલ્પ સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે રાજ્યમાં ભાજપ સરકાર આગામી વિધાસનભા ચૂંટણીમાં સત્તામાં આવ્યા બાદ આવી ગેરબંધારણીય અનામતને ખતમ કરી દેશે. તેમણે લોકોને રાજ્યમાં ભ્રષ્ટ ભારત રાષ્ટ્ર સમિતિ શાસનને મૂળથી ઉખાડી ફેંકવા માટે ભાજપને આશીર્વાદ આપવા માટે અપીલ કરી હતી. શાહે કહ્યું કે બધા લોકો કમળને વોટ આપજો પછી મહાલક્ષ્મી કમળ ઉપર બેશીને તેલંગાણામાં ઉતરશે.
બીઆરએસ પર મજલિસને પોતાનું નિયંત્રણ આપવાના આરોપ લગાવતા ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ અસદુદ્દીન ઓવૈસીના એજન્ડાનું પાલન કરી રહી છે. તેઓ ઓવૈસી અને મુસલમાનોના ડરથી તેલંગાણા મુક્તિ દિવસ મનાવી રહ્યા નથી. શાહે કહ્યું કે એક વાર સત્તામાં આવ્યા બાદ ભાજપ દર વર્ષે સત્તાવાર રીતે પરેડ ગ્રાઉન્ડમાં મોટા પ્રમાણમાં મુક્તિ દિવસ ઉજવશે કારણ કે ભારતીય પાર્ટી કેસીઆરની જેમ મજલિસથી ડરતી નથી.
કેસીઆરના ભ્રષ્ટ પરિવાર શાસન ઉપર નિશાન સાધતા શાહે કહ્યું હતું કે લોકોને હવે અહેસાસ થયો છે કે કલ્યાણ અને વિકાસ યોજનાઓમાં થઇ રહેલા ભ્રષ્ટાચાર તેમના માટે ભવિષ્યને કેવી રીતે નુક્સાન પહોંચાડી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે બીઆરએસ સરકાર લોકોની કિંમત પર પરિયોજનાઓને એટીએમના રૂપમાં દુરુપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે તેઓ વડાપ્રધાન બનવાના સપના જોઈ રહ્યા છે. ઓ એ વાતથી અજાણ છે કે તેલંગણામાં જ સત્તામાંથી હાથ ધોવો પડી શકે છે. પોતાની પાર્ટીનું નામ વડાપ્રધાન ટીઆરએસથી બીઆરએસમાં બદલવાના કારણે તેઓ રાષ્ટ્રીય સ્તર પર નહીં જઈ શકે. શાહે કહ્યું કે વડાપ્રધાનની સીટ ખાલી નથી. કારણે કે નરેન્દ્ર મોદીને પૂર્ણ બહુમતીથી એક વાર ફરીથી દેશ પ્રધાનમંત્રી બનાવશે.
શાહે કહ્યું કે ભ્રષ્ટાચારથી લોકોને નુક્સાન પહોંચાનાર કોઈપણ નેતા અથવા પાર્ટીને છોડવામાં નહીં આવે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે તપાસ કરાવીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. એમણે જાણવું જોઇએ કે કેસીઆર ટીએસપીએસસી અને એસએસપી પેપર લીક થવા પર કેમ ન બોલ્યા અને તેઓ કોને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે માંગ કરી કે રાજ્ય સરકાર લાખો બેરોજગાર યુવાઓના ભવિષ્ય સાથે સંબંધિત મામલાઓને ઉચ્ચ ન્યાયાલયના વર્તમાન ન્યાયધીશ પાસે તપાસ કરાવવાના આદેશ આપે.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે બીઆરએસ સરકાર લોકોની સાથે અન્યાય કરી રહી છે. તેલંગાણાના લોકો અને યુવાનો આગામી ચૂંટણીમાં બીઆરએસ અને કેસીઆરને યોગ્ય સબક શિખવાડવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે મોદી સરકાર તેલંગાણાના વિકાસ માટે ગણું બધુ કરી રહી છે પરંતુ કેસીઆરની ભ્રષ્ટ સરકાર એ યોજનાઓને યોગ્ય રીતે લાગુ કરતી નથી. જેનાથી તેલંગાણાના લોકોને તેનો લાભ મળે.