
હૈદરાબાદ, ભારતીય વાયુસેનાના બે પાયલટ ના મોતના સમાચારે ખળભળાટ મચાવી દીધો છે. વિમાન દુર્ઘટનાને કારણે બંને પાઈલટના મોત થયા હતા. તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીમાં તાલીમ દરમિયાન ૮:૫૫ કલાકે તેમના પાયલટસ તાલીમ વિમાન ક્રેશ થતાં ભારતીય વાયુસેનાના બે પાઇલોટ્સ માર્યા ગયા હતા. પાઇલોટ્સમાં એક પ્રશિક્ષક અને એક કેડેટનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાના એક અધિકારીએ આ માહિતી આપી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, પ્લેનમાં બે પાયલટ હાજર હતા. જેમાં એક ટ્રેનર હતો જે નવા કેડેટને પ્લેન ઉડવાનું શીખવી રહ્યો હતો. વિમાને સોમવારે સવારે ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીથી ઉડાન ભરી હતી અને સવારે ૮:૫૫ વાગ્યે ક્રેશ થયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર થોડીવારમાં જ પ્લેન બળીને રાખ થઈ ગયું હતું. ગત ૮ મહિનામાં એર ફોર્સનો આ ત્રીજો અકસ્માત છે. આ પહેલાં જૂનમાં ટ્રેની વિમાન કિરણ ક્રેશ થયું હતું. તો બીજી તરફ મિગ-૨૧ પ્લેન ક્રેશ થતાં ત્રણ પાયલોટના મોત થયા હતા.
જૂનની શરૂઆતમાં ભારતીય વાયુસેનાનું કિરણ ટ્રેનર વિમાન કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ભોગપુરા ગામમાં ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું. જેટમાં સવાર બે પાઇલોટ્સે પેરાશૂટનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક બહાર કાઢ્યું હતું. મે મહિનામાં, નિયમિત તાલીમ ઉડાન દરમિયાન રાજસ્થાનના હનુમાનગઢ નજીક ભારતીય વાયુસેનાનું મિગ-૨૧ ફાઇટર પ્લેન ક્રેશ થતાં ત્રણ લોકો માર્યા ગયા હતા. આ વિમાને સુરતગઢના એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી હતી. અચાનક ખરાબીના કારણે પ્લેન ક્રેશ થયું હતું. પાયલોટને સુરતગઢ બેઝના ઉત્તર-પૂર્વમાં લગભગ ૨૫ કિમી દૂર મળી આવ્યો હતો.