- પામોલીન ખાદ્યતેલના ડબ્બામાં 10 દિવસમાં રૂ.200નો કડાકો
- કપાસિયા તેલમાં 10 દિવસમાં ડબ્બે રૂપિયા 100નો ઘટાડો
- 24 કલાકમાં ડબ્બે રૂ.30 ઘટતા ડબ્બાનો ભાવ રૂ.2175 થયો
રાજકોટમાં પામોલીન ખાદ્યતેલના ડબ્બામાં 10 દિવસમાં રૂ.200નો કડાકો થયો છે. જેમાં 24 કલાકમાં ડબ્બે રૂ.30 ઘટતા ડબ્બાનો ભાવ રૂ.2175 થયો છે.
તેમજ સીંગતેલમાં સપ્તાહમાં રૂ.40 ઘટતા ડબ્બાના ભાવ રૂ.2750-2780 થયા છે. તથા કપાસિયા તેલના ડબ્બામાં 10 દિવસમાં રૂપિયા 100 ઘટ્યા છે. તેમજ કાપસીયા તેલના ડબ્બાના રૂ.2550 થી રૂ.2600નો ભાવ થયો છે.
24 કલાકમાં ડબ્બે 30 રૂપિયા પામોલીનમાં ઘટ્યા
ઉલ્લેખનીય છે કે અગાઉ દરરોજ તેલના ભાવ વધતા હતા. પણ હવે દરરોજ તેલના ભાવ ઓછા થતાં જાય છે. તેમાં પામોલીન ખાદ્યતેલના ભાવમાં છેલ્લા 10 દિવસમાં 200 રૂપિયાનો ડબ્બે મોટો કડાકો થયો છે. તેમાં 24 કલાકમાં ડબ્બે 30 રૂપિયા પામોલીનમાં ઘટ્યા છે. તેથી પામોલીન ડબ્બો ઘટીને 2175 રૂપિયા પહોંચ્યો છે. તેમજ સીંગતેલમાં એક સપ્તાહમાં ડબ્બે રૂપિયા 40નો નજીવો ઘટાડો થયો છે. તેમજ સીંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2750થી રૂપિયા 2780નો થયો છે.
કપાસિયા તેલમાં 10 દિવસમાં ડબ્બે રૂપિયા 100નો ઘટાડો
તેમજ કપાસિયા તેલમાં 10 દિવસમાં ડબ્બે રૂપિયા 100નો ઘટાડો થયો છે. તથા કપાસિયા અને સીંગતેલમાં હજુ ઘટાડો થવાની સંભાવના છે. પામ ઓઇલમાં હજુ ઘટાડાને પગલે પામોલીન તેલ હજુ સસ્તું થવાની સંભાવના છે. તથા કાપસીયા તેલનો ડબ્બાનો ભાવ રૂપિયા 2550થી રૂપિયા 2600 પર પહોંચ્યો છે.