મુંબઇ,ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનનું માનવું છે કે, શ્રેયસ ઐય્યરની ઇજા અને એક બાદ એક વન-ડેમાં સૂર્યકુમાર યાદવની સતત ૩ નિષ્ફળતાઓએ ફરી એક વખત ભારતીય ટીમને વર્ષ ૨૦૧૯ વન-ડે વર્લ્ડ કપની નાવ પર લાવીને ઊભી કરી દીધી છે. ૪ વર્ષ અગાઉ મેગા ઇવેન્ટ માટે ભારત નંબર-૪ની સ્થિતિ પર એક સ્થાયી બેટ્સમેન શોધવા સંઘર્ષ કરી રહી હતી. આ એક કારણ હેતું કે, ટીમ ટૂર્નામેન્ટની સેમીફાઇનલ બાદ આગળ વધી ન શકી. ૫૦ ઓવરનો વર્લ્ડ કપ આ વખત ભારતમાં આયોજિત થઈ રહ્યો છે અને ઝહીર ખાનને લાગે છે કે, મેજબાન ટીમે નંબર-૪ના બેટિંગ ક્રમ પર ફરી વિચાર કરવાની જરૂરિયાત છે.
સૂર્યકુમાર યાદવ જેને ભારતીય ટીમના વન-ડે નિયમિત નંબર-૪ બેટ્સમેન શ્રેયસ ઐય્યરની ભૂમિકા લેવાની આશા હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાલમાં જ સમાપ્ત થયેલી વન-ડે સીરિઝમાં સતત ૩ વખત ગોલ્ડન ડક પર આઉટ થઈ ગયો, જેથી બેટિંગની સ્થિતિના ભવિષ્ય પર અનિશ્ર્ચિતતાના વાદળ છવાઈ ગયા છે. ઝહીર ખાને કહ્યું કે, બેટિંગ ક્રમમાં કંઈક એવું છે, જેના પર નિશ્ર્ચિત રૂપે તેમણે ફરીથી વિચાર કરવું પડશે. તેમણે ફરી નંબર-૪નો વિકલ્પ શોધવો પડશે.
તેણે કહ્યું કે, એ કંઈક એવું હતું જેના પર વર્ષ ૨૦૧૯ના વર્લ્ડ કપ માટે પણ ચર્ચા થઈ હતી. આપણે ૪ વર્ષ બાબતે વાત કરી રહ્યા છીએ. હવે જો આપણે એ જ નાવમાં છીએ. હાં હું સમજુ છું કે શ્રેયસ ઐય્યર તમારો નામિત નંબર-૪ હતો. તમે વાસ્તવમાં તેને એ ભૂમિકા અને જવાબદારી લેતા જોઈ રહ્યા છો, પરંતુ જો તે લાંબા સમય સુધી ઇજાગ્રસ્ત રહેવાનો છે તો વાસ્તવમાં એ જવાબ શોધવા પડશે. ઝહીર ખાને એક સ્પોર્ટ્સ વેબસાઈટને કહ્યું કે, એ ધ્યાન આપવા યોગ્ય છે કે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી અને નિર્ણાયક વન-ડે મેચમાં હાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવનું સમર્થન કર્યું હતું.
રોહિત શર્માએ કહ્યું હતું કે એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે સીરિઝમાં માત્ર ૩ જ બૉલ રમી શક્યો. એ કોઈ પણ સાથે થઈ શકે છે. તે શાનદાર બૉલ પર આઉટ થયો. આ મેચની વાત કરીએ તો તેણે શૉટ ખોટો પસંદ કરી લીધો હતો. અમે તેને પહેલાથી જાણીએ છીએ તે સ્પિન વિરુદ્ધ શાનદાર બેટિંગ કરે છે. એટલે અમે તેને પછી માટે બચાવી રાખ્યો હતો, જેથી તે છેલ્લી ૧૫-૨૦ ઓવરોમાં ખૂલીને બેટિંગ કરી શકે. તેની અંદર ક્વાલિટી પણ છે અને ક્ષમતા પણ. બસ તે એવા સમયમાંથી પસાર થઈ રહ્યો છે.