ટીમ ઈન્ડિયાના પૂર્વ ધાકડ ખેલાડીની કારનો ગમખ્વાર અકસ્માત, દીકરો પણ કારમાં સવાર જ હતો

મુંબઇ, ભારતીય ટીમના પૂર્વ ખેલાડી પ્રવીણ કુમાર મંગળવારે મેરઠ સિટીમાં પોતાની કારથી જતી વખતે દુર્ઘટનાનો શિકાર થયા છે. તેમની કારને એક પુરપાટ ઝડપે આવતી ટેક્ધરે ટક્કર મારી છે. પ્રવીણની સાથે કારમાં તે સમયે તેમના દિકરા પણ હતા અને બન્ને આ દુર્ઘટનામાં માંડ-માંડ બચ્યા છે. પોલીસે આ મામલામાં તરત એક્શન લેતા આરોપી ટેક્ધર ચાલકને ઘટનાસ્થળથી પકડી પાડ્યો છે.

પ્રવીણ કુમાર ૪ જુલાઈની રાત્રે લગભગ ૧૦ વાગ્યે પોતાની લેન્ડ રોવર ડિફેન્ડર ગાડીથી મેરઠમાં પાંડવ નગરની તરફ આવી રહ્યા હતા. ત્યાર બાદ ગાડી જ્યારે કમિશ્ર્નર આવાસની પાસે પહોંચી તો તે સમયે ટેક્ધરથી તેમની ગાડીની ટક્કર થઈ ગઈ. તેના બાદ ગાડી ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. ત્યાં જ પ્રવીણ અને તેમના દિકરા આ દુર્ઘટનામાં માંડ-માંડ બચ્યા છે. દુર્ઘટના થયા બાદ ત્યાં સિવિલ લાઈન પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળ પર તરત પહોંચવાની સાથે ટેક્ધર ચાલકની ધરપકડ કરી છે. આ ઘટનાને લઈને સીઓએ જણાવ્યું કે પ્રવીણ કુમાર અને દિકરો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. જણાવી દઈએ કે પ્રવીણ કુમારનું ઘર મેરઠ સિટિના બાગપત રોડ સ્થિત મુલતાન નગરમાં છે.

પ્રવીણ કુમારના આંતરરાષ્ટ્રીય કરિયરને લઈને વાત કરવામાં આવે તો તે એક સમયે ટીમ ઈન્ડિયા માટે લિમિટેડ ઓવર્સ ફોર્મેટમાં પ્રમુખ બોલરની ભુમિકા નિભાવતા હતા. વર્ષ ૨૦૦૮માં ભારતીય ટીમે જ્યારે ઓસ્ટ્રેલિયામાં સીબી સીરિઝ જીતી હતી. તો તેમાં પણ પ્રવીણ કુમારે મહત્વની ભુમિકા નિભાવી હતી.