ઇન્દોર,
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં પહેલી માર્ચે શરુ થશે. ભારત માટે આ ટેસ્ટ મેચ ખુબ જ મહત્વની છે. ભારતે ઈન્દોરમાં દરેક ટેસ્ટ મેચો એક્તરફી જીતી છે. ભારત આ મેદાન પર અજેય છે. ટીમ ઈન્ડિયાની નજર ટેસ્ટ મેચ જીતીને સીરીઝ જીતવા પર હશે. ચાર ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરીઝમાં ઓસ્ટ્રેલિયા ૨-૦થી પાછળ છે. ઓસ્ટ્રેલિયાને ત્રીજી ટેસ્ટ મેચ પહેલા પેટ કમિન્સ પારિવારિક કારણોસર ટેસ્ટમાંથી ખસી ગયો છે. આ ટેસ્ટમાં સ્ટીવ સ્મિથને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા આ ટેસ્ટ જીતવા મેદાનમાં ઉતરશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટોચના બે સ્થાન પર છે. ટેસ્ટ ચેમ્પિયનશિપમાં મેચ જીતવા માટે ૧૨ પોઈન્ટ અને ડ્રો માટે ચાર પોઈન્ટ આપવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના ૧૩૬ પોઈન્ટ છે જ્યારે ભારતના ૧૨૩ પોઈન્ટ છે. ધીમા ઓવર રેટ માટે ભારતને પાંચ પોઈન્ટનો દંડ ફટકારવામાં આવ્યો હતો જેના કારણે ભારતના પોઈન્ટમાં ઘટાડો થયો હતો. આ કારણે ઈંગ્લેન્ડના ૧૨ પોઈન્ટ્સ ઘટ્યા છે. દરેક દેશે અલગ-અલગ સંખ્યામાં ટેસ્ટ રમી છે. આથી ગણતરી ટકાવારીના આધારે કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા ૬૬.૬૭ ટકા સાથે પ્રથમ જ્યારે ભારત ૬૪.૦૬ ટકા સાથે બીજા ક્રમે છે. ભારત આ ટેસ્ટ મેચ જીતશે તો WTO ની ફાઈનલ માટે ક્વોલિફાય થશે.