ઇન્દોર,
ભારત વિરૂધ ઓસ્ટ્રેલિયા સીરીજની ત્રીજી મેચમાં ઓસ્ટ્રોલિયાઇ ટીમને નવો સુકાની મળ્યો છે.સીરીજની પહેલી બે મેચોમાં ટીમનું સુકાની પદ પૈટ કમિસે સંભાળી હતી જેમાં ટીમ ઇન્ડિયાએ જીત હાંસલ કરી હતી પરંતુ બે ટેસ્ટ બાદ અચાનકથી પૈટ કમિંસ પાછો પોતાના ઘરે પરત ફર્યો છે કહેવાય છે કે તેમના પરિવારમાં કંઇક પરેશાની છે.
આ દરમિયાન ત્રીજી ટેસ્ટમાં પણ ટીમ ઇન્ડિયા જો જીત હાંસલ કરી લેશે તો ભારતીય સુકતાની રોહિત શર્મા નવો રેકોર્ડ બનાવી લેશે.તે પોતાની સુકાનીમાં સતત ચાર ટેસ્ટ જીત ચુકી છે હવે પાંચમી મેચ છે.આ પહેલા ટીમ ઇન્ડિયાનો સુકાની રહેલ એમ એસ ધોનનીએ પોતાની શરૂઆતી ચાર મેચ જીતી હતી.રોહિત શર્માએ અત્યાર સુધી જે ચાર ટેસ્ટ મેચોમાં સુકાનીની જવાબદારી નિભાવી છે તેમાં બે ટેસ્ટ તો આજ સીરીજની છે આ પહેલા તેણે માર્ચ ૨૦૨૨માં પણ શ્રીલંકાની વિરૂધ સુકાની કરી હતી આ બંન્ને મેચ ભારતીય ટીમે જીતી હતી જો કે તેમના સુકાની દરમિયાન જ ભારતીય ટીમે બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો પરંતુ તે સીરીજ પહેલા જ રોહિત શર્મા ઇજાગ્રસ્ત થઇ ગયો હતો અને પાછો ફર્યો હતો.ત્યારે કે આર એલ રાહુલ ટીમનો સુકાની હતો અને તેના સુકાની પદ હેઠળ ભારતે બંન્ને મેચ જીતી હતી હવે જોવાનું એ રહેશે કે રોહિત શર્મા વિરૂધ સ્ટીવ સ્મિથ મુકાબલો હાઇવોલ્ટેજ થાય છે કે પછી ભારતીય ટીમ સરળતાથી આ મેચને પણ પહેલાની બે મેચોની જેમ જીતી જાય છે.