દાહોદ,
પ્રધામંત્રીના ટીબીમુકત ભારત 2025 અભિયાન અંતર્ગત આજ રોજ દાહોદ તાલુકાના ટાન્ડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીનાં નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજનાનો પ્રારંભ કરાયો છે.
જે અન્વયે ડો સચિન મકવાણા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝરની અધ્યક્ષ સ્થાને ન્યુટ્રીશન કીટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ગામના સામાજીક આગેવાન હરેન્દ્ર નાયક દ્વારા નિક્ષય મિત્ર બનીને 5 દર્દીઓને દતક લઈને પોષણ કીટ આપવામાં આવી હતી. ડો મુકેશ પડવાલ દ્વારા 3 દર્દીઓ, સતિન્દ્ર પડવાલ 1 દર્દી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો સચિન મકવાણા 3 દર્દીઓ, ફાર્માશિસ્ટ ગોપાલભાઈ 1 દર્દી, ઈઇંઘ મનીષાબેન વણકર 1 દર્દી ખઙઇંઠ સુરેશભાઈ ભુરીયા 1, વોર્ડ આયા સુશીલાબેન ચૌહાણ 1 દર્દી ને પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત રવાળીખેડા ગામના સરપંચ કીકાભાઈ નિનામા તથા ગામના આગેવાન દસિયાભાઈ બારીયા દ્વારા પણ નિક્ષય મિત્ર બનીને એક દર્દીને દતક લઈને પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. 18 દર્દીઓને દત્તક લઈ પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યુ હતું.