ટેક્સાસના શોપિંગ મોલમાં ફાયરિંગ, ૯ના મોત, હુમલાખોર પણ માર્યો ગયો

વોશિગ્ટન,જો બાઈડેન એડમિનિસ્ટ્રેશનના તમામ પ્રયાસો છતાં, અમેરિકામાં બંદૂકની હિંસા અટકી રહી નથી. અહીં એક બંદૂકધારીએ ટેક્સાસના ડલાસ, એલેનમાં મોલ પાસે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ૯ લોકોના મોત થયા હતા. આશંકા છે કે મૃતકોમાં બાળકો પણ સામેલ હોઈ શકે છે. ગોળીબારની ઘટના સ્થાનિક સમયાનુસાર સવારે ૩.૪૦ વાગ્યે પ્રકાશમાં આવી હતી.એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ કાર્યવાહીમાં બંદૂકધારી માર્યો ગયો છે.

પાર્લે એલેન પોલીસે જણાવ્યું કે, જેટલા લોકો ઘાયલ થયા છે, તેમને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડલ્લાસમાં મેડિકલ સિટી હેલ્થકેરે જણાવ્યું હતું કે ૫-૬૧ વર્ષની વયના ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમની સારવાર કરવામાં આવી રહી હતી.

રોન ફિલિપકોવસ્કી નામના ટ્વિટર હેન્ડલ પરથી એક તસવીર ટ્વીટ કરવામાં આવી છે. તેણે જણાવ્યું કે ટેક્સાસ મોલના શૂટરને પોલીસે કાર્યવાહીમાં મોતને ઘાટ ઉતાર્યો નાખવામાં આવ્યો છે. તેનું હથિયાર તેની લાશ પાસે પડેલું છે.

અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણા બાળકો એક્સાથે જમીન પર પડ્યા છે અને તેઓ લોહીથી લથપથ છે. જો કે TV9  આ વિડિયોને વેરિફાય કરતું નથી, પરંતુ આ ભયાનક વીડિયોથી આશંકા છે કે હુમલામાં ઘણા બાળકો માર્યા ગયા છે.

મોલની બહાર ફૂટપાથ પર લોહી જોઈ શકાય છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે આ ગોળીબારને “ભૂલી નહીં શકાય તેવી ઘટના” ગણાવી હતી. એલન જ્યાં ગોળીબાર થયો હતો ત્યાં એક લાખની વસ્તી છે. આ વર્ષ ૨૦૨૩માં અત્યાર સુધીમાં બંદૂક થી હિંસાના ૧૯૮ કેસ નોંધાયા છે. રોયટર્સ અનુસાર, ૨૦૧૬ની સરખામણીએ હાલના સમયમાં વધુ ફાયરિંગ થયું છે.

ઉત્તરી કેલિફોર્નિયામાં  શનિવારના ગોળીબારમાં એક ૧૭ વર્ષની છોકરીનું મોત થયું હતું. તે તેના મિત્રો સાથે પાર્ટી કરી રહી હતી, ત્યાં કોઈએ ગોળીબાર કર્યો. આ સિવાય ફાયરિંગમાં પાંચ લોકો ઘાયલ થયા છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સગીર છોકરીને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.