
ગોધરા,
વડોદરા SRP ગૃપ-9ના તત્કાલીન અને SRP ગૃપ-6 મુળેટી ખાતે કમાન્ડર તરીકે ફરજ બજાતા IPS એમ.ડી.જાની ઉપર છેતરપિંડી કરવાના આક્ષેપ સાથે તેમની ફરજકાળ દરમિયાન આસીસ્ટન્ટ કૂક સહિત 10 વ્યકિતઓ સાથે છેતરપિંડીના આક્ષેપ સાથે અરજી કરતાં હડકંપ મચી જવા પામ્યો છે.
વડોદરા SRP ગૃપ-9ના તત્કાલીન અને હાલ SRP ગૃપ-6 મુળેટી ખાતે ફરજ બજાવતા એમ.ડી.જાની જ્યારે વડોદરા ખાતે કમાન્ડર હતા. તે વખતે તેમના ધર્મપત્ની દ્વારા વર્ગ-4ની કાયમી ભરતી કરવા તેમના નિવાસ સ્થાને આસીસ્ટન્ટ કૂક તરીકે ફરજ બજાવતા જશુ બારીયાને વર્ગ-4ની ભરતી કરવા માટે છોકરા શોધી લાવવાનું જણાવી વર્ગ-4ની કાયમી ભરતીના હુકમ માટે પ્રતિ હુકમના રૂપીયા 5 લાખની માંગણી કરી હતી. વડોદરા SRP ગૃપ કમાન્ડરના નિવાસ સ્થાને ફરજ બજાવતા આસીસ્ટન્ટ કૂક જશુ બારીયા એ તેમના સગાસંબંધી અને મિત્રોને કાયમી ભરતીની વાત કરતાં નોકરી વાંચ્છુઓ 10 યુવાનોના નામે પ્રથમ 35 લાખ રૂપીયા અને બાદમાં 15 લાખ એમ.ડી.જાની અને તેમના ધર્મપત્નીને તેમના નિવાસ સ્થાને આપ્યા હતા. અરજદાર જશુ બારીયા અને અન્ય 10 વ્યકિતઓના 50 લાખ આપ્યા બાદ વર્ગ-4ની કાયમી નોકરીનો હુકમ ન મળતાં IPS એમ.ડી.જાની અને તેમના ધર્મપત્નીને જશુ બારીયા એ તેમના ધરે અને ઓફિસમાં જઈ નોકરીના હુકમ અથવા નાણાં પરત આપવાની માંગ કરી હતી. અનેક રજુઆત બાદ પણ નોકરીના હુકમ કે નાણાં પરત નહિ મળતા જશુ બારીયા દ્વારા અરજી કરવામાં આવતાં IPS એમ.ડી.જાનીના ધર્મપત્ની દ્વારા અરજદારને જે કરવું હોય તે કરે વધારે રજુઆત કરશે તો નોકરી માંથી કાઢી મૂકીને જાન થી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના જશુ બારીયા દ્વારા અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. આઈ.પી.એસ. એમ.ડી.જાની ઉપર વર્ગ-4ની કાયમી ભરતી કરવા માટે 50 લાખ રૂપીયા લેવાના આક્ષેપ રાજ્યના ગૃહમંત્રી, ડીજી સહિત ઉચ્ચકક્ષાએ લેખિત રજુઆત કરતાં હાલ IPS એમ.ડી.જાની ઉપર થયેલ આક્ષેપને લઈ હડકંપ મચી જવા પામ્યો.